Western Times News

Gujarati News

નોઈડાનું ૩૨ માળનું ગેરકાયદેસર બનેલું ટિ્‌વન ટાવર માત્ર ૯ સેકન્ડમાં ધરાશયી થયું

ઇમારતને તોડવા ૩૭૦૦ કિલો વિસ્ફોટકનો ઉપયોગ

નોઈડા, નોઈડાના સેક્ટર ૯૩-એ માં ૩૨ માળના સુપરટેક ટિ્‌વન ટાવર બપોર ૨.૩૦ વાગે તોડી પાડવામાં આવ્યું છે. સુપરટેક ટિ્‌વન ટાવર માત્ર ૯ સેકન્ડમાં જમીનદોસ્ત થઈ ગયું હતું. આ ઇમારતને તોડવા માટે ૩૭૦૦ કિલો વિસ્ફોટક અલગ-અલગ ફ્લોર પર લગાવવામાં આવ્યો હતો. એકા ત્યારે આ ટાવરના જમીનદોસ્ત થતા જ ધૂળની ડમરી ઉડવા લાગી હતી.

ઑગસ્ટ 2021 માં, સુપ્રીમ કોર્ટે બાંધકામોને તોડી પાડવાનો આદેશ આપ્યો કારણ કે તેમનું બાંધકામ લઘુત્તમ અંતરની જરૂરિયાતનું ઉલ્લંઘન કરે છે. કોર્ટના જણાવ્યા અનુસાર, યુપી એપાર્ટમેન્ટ એક્ટ હેઠળ જરૂરીયાત મુજબ વ્યક્તિગત ફ્લેટ માલિકોની સંમતિ લીધા વિના ઇમારતો ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી હતી.

નોઈડા સ્થિત ટિ્‌વન ટાવર આખરે ૧૨ સેકન્ડમાં જ જમીનદોસ્ત થઈ ગયું છે. જે બિલ્ડીંગને બનાવવા માટે ૧૩ વર્ષનો સમય લાગ્યો તે જ બિલ્ડીંગ ૧૨ સેકન્ડમાં ભૂતકાળ બની ગઈ છે. બિલ્ડીંગમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા અને એક સાથે વોટરફોલ સ્ટાઈલમાં આ ટિ્‌વન ટાવરને પાડવામાં આવ્યા હતા.

આ બિલ્ડીંગ પડ્યા બાદ ચારે તરફ કાટમાળના ધુમાડાના વાદળો ઉઠ્‌યા હતા. જ્યારે આ ટિ્‌વન ટાવરને તોડવામાં આવ્યા ત્યારે ત્યાં હાજર લોકોએ એક મોટો ધડાકો સાંભળ્યો હતો. લોકોને ધરતીકંપનો પણ અનુભવ થયો હતો. જાેતાં-જાેતાં જ સમગ્ર વિસ્તારમાં ધુમાડાના વાદળો છવાઈ ગયા હતા.

સેક્ટર ૯૩ એમાં બનેલા ૧૦૩ મીટર ઉંચા એપેક્સ અને ૯૭ મીટર ઉંચા ટિ્‌વન ટાવરને ધ્વસ્ત કરવા માટે ૩૭૦૦ કિલો વિસ્ફોટક વાપરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, ૩૨ માળની ઇમારત તૂટવામાં માત્ર ૯ સેકન્ડનો સમય લાગ્યો. વિસ્ફોટ બાદ ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી.

આ ધૂળની ડમરીઓ ૩ કિલોમીટરની ત્રિજ્યાની અંદર ફેલાઈ ગઈ હતી. સુરક્ષાની દ્રષ્ટીએ અમરાલ્ડ કોર્ટ અને આસપાસની સોસાયટીના ફેલ્ટ ખાલી કરાવાયા હા. આ ઉપરાંત લગભગ ૩ હજાર વાહન અને ૨૦૦ પશુઓને પણ બહાર કાઢવામાં આવ્યા હતા.

એડફિસ એન્જિનિયરિંગના પ્રોજેક્ટ મેનેજર મયુર મહેતાએ જણાવ્યું કે પોલીસની મંજૂરી મળ્યા બાદ બપોરે અઢી વાગે ટ્રિગર દબાવવામાં આવ્યું હતુ. આસપાસના વિસ્તારમાં ધૂળના વાદળો છવાયા છે. વિસ્ફોટના માત્ર ૯ સેકન્ડ બાદ જ આખી ઈમારત માટીમાં ફેરવાઈ ગઈ હતી.

પરંતુ કેટલાક કિલોમીટર સુધી ધૂળની ચાદર છવાઈ ગઈ હતી. સ્થળ પર પાણીની ટાંકીઓમાંથી સતત છંટકાવ કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટ બાદ ઉડેલી ધૂળને શાંત કરવા માટે વહીવટીતંત્ર દ્વારા સ્મોગ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.