Western Times News

Gujarati News

કોંગ્રેસને આપેલો મત પણ આખરે ભાજપમાં જ જાય છે: AAP

આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા ભરૂચની મુલાકાતે
(પ્રતિનિધિ) ભરૂચ, ગુજરાતના વેપારીઓ લાંબા સમયથી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. બીજી પાર્ટીઓ આવે છે, ખોટા વાયદાઓ કરે છે અને જનતાને લૂંટીને જતી રહે છે. કોઈ સામે આવીને જનતાને પોતાની સમસ્યાઓ રજૂ કરવાનો મોકો આપતું નથી.

પરંતુ આ જનવિરોધી પ્રથાને આમ આદમી પાર્ટીએ બંધ કરી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતના દરેક જિલ્લામાં જઈને વેપારીઓની સમસ્યા જાણવાની નવી મુહિમ શરુ કરી છે. આ અનુક્રમે પાંચમા દિવસે વેપારી સાથે સંવાદ અંતર્ગત ભરૂચમાં જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક વ્યક્તિ સુધી પહોંચવા માટે અને તેમના વિચારો જાણવા માટે આમ આદમી પાર્ટીએ સતત એક મહિના સુધી ગુજરાતના દરેક જિલ્લામાં વેપારી સંવાદનું આયોજન કર્યું છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા એ વેપારીઓને સંબોધતા જણાવ્યું કે અત્યાર સુધી આપણે બધાએ ભાજપને મત આપ્યો. ઘણા બધા લોકો એવું કહે છે કે એમણે ભાજપને મત નથી આપ્યો પરંતુ મારું માનવું છે કે મત ભાજપને આપ્યો હોય કે કોંગ્રેસને અંતમાં તો બધું એકનું એક જ છે.

કોંગ્રેસને આપેલો મત પણ આખરે ભાજપમાં જ જાય છે. એટલે કે ભાજપને મજબૂત બનાવવામાં બધા લોકોએ ભૂમિકાને નિભાવી છે.૨૭ વર્ષની સરકારમાં ઘણા લોકો મંત્રી, મુખ્યમંત્રી બન્યા પણ આજ દિન સુધી કોઈપણ વ્યક્તિ પ્રજાની પીડા સાંભળવા માટે સામે આવ્યું નથી.

ભાજપમાં બેઠેલા લોકોને ક્યારેય પણ એવું લાગ્યું નહીં કે લોકોની પીડાની બે વાતો સાંભળવી જાેઈએ.પણ આ બધાથી આગળ જઈને આમ આદમી પાર્ટીએ એક નવા પ્રકારની રાજનીતિ શરૂ કરી છે.આમ આદમી પાર્ટી જન સંવાદ કાર્યક્રમ થકી ગુજરાતના દરેક જિલ્લાના વેપારીઓ સાથે સીધી વાતચીત કરી રહી છે. જેના કારણે ગુજરાતના વેપારીઓની જે મુખ્ય સમસ્યાઓ હોય તેને જાણી શકાય અને તેનું સમાધાન લાવી શકાય.

આપણા દેશમાં ભણેલા ગણેલા યુવાનોની કોઈ અછત નથી દુનિયાભરના દેશોની અંદર ભારતના લોકો મોટી મોટી કંપનીઓના સીઈઓ બની રહ્યા છે.આનાથી સાબિત થાય છે કે આપણા યુવાનોની અંદર ખૂબ જ સારી આવડત છે, મહેનત કરવાનું ઝનૂન છે.

પણ કમી છે તો ફક્ત આપણા દેશના નેતાઓની અંદર સારી નિયતની. આપણા દેશના નેતાઓની અંદર સારી નિયત ન હોવાના કારણે આજે દેશના ટેલેન્ટેડ યુવાનો દેશ છોડીને વિદેશમાં જઈને પોતાનું ટેલેન્ટ બતાવી રહ્યા છે.આજે આઝાદીના ૭૫ વર્ષ પૂરા થયા છે અને વિકાસની મોટી મોટી વાતો કરી રહ્યા છે પણ હકીકત તો એ છે કે ગુજરાતમાં ઁઝ્રમ્ની સર્કિટ પણ બનતી નથી એ પણ આપણે ચાઈના થી મંગાવી પડે છે તો આ બહુ શરમજનક બાબત છે.

એટલા માટે આપણે હવે બદલાવ લાવવાની જરૂરત છે.અત્યાર સુધી આપણી પાસે વિકલ્પ ન હતો એટલા માટે અડધા લોકો કોંગ્રેસને અને અડધા લોકો ભાજપને વોટ આપતા હતા.પણ આ વખતે ગુજરાતની પ્રજા પાસે એક ઈમાનદાર વિકલ્પ મોજુદ છે.જાે આપણે સાથે મળીને કોઈ બદલાવ લાવીશું તો આખા ગુજરાતની તમામ સમસ્યાઓનું સમાધાન જરૂર આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.