Western Times News

Gujarati News

AAPના પ્રદેશ પ્રમુખે વલસાડમાં વેપારીઓ સાથે સંવાદ કરી સમસ્યાઓ જાણી

(તસ્વીરઃ અશોક જાેષી) આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ વલસાડ ખાતે વેપારીઓ સાથે સંવાદ કરતા કહ્યું કે, ઘણા બધા લોકો સત્તામાં આવ્યા છે અને બીજી પાર્ટીની સરકારએ બની છે પણ એવી કોઈ પાર્ટી નથી જેણે જનતા સાથે વાતચીત કરવાનો, સંવાદ કરવાનો પ્રયાસ કર્યો હોય અને સમસ્યા જાણીને ઉકેલ લાવ્યા હોય.

પરંતુ પહેલી વખત આમ આદમી પાર્ટીના માધ્યમ થી આ શક્ય બન્યું છે. હું અરવિંદ કેજરીવાલજીનો પ્રતિનિધિ છું. અરવિંદ કેજરીવાલજીનું કહેવું છે કે આપણે નાના મોટા દરેક વેપારી જે દેશના અર્થતંત્રમાં યોગદાન આપે છે તે બધાની સમસ્યા સાંભળીશું અને તેનું નિવારણ લાવીશું. એટલે સમગ્ર ગુજરાતમાં સતત એક મહિના માટે અમે દરેક જિલ્લમાં વેપારી સાથે સંવાદનું આયોજન કર્યું છે.

અંગ્રેજાે જ્યારે ભારત આવ્યા ત્યારથી જ ગુજરાત વેપાર ધંધા માટે જાણીતું છે. પરંતુ જ્યારથી ભાજપની સરકાર બની છે ત્યારથી વેપાર ધંધા ઠપ થઇ ગયા છે. વેપાર કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે, નફો વધતો નથી અને ખર્ચો વધી જાય છે. વર્ષો સુધી એક ને એક પાર્ટીને સત્તામાં રહેવાથી અહંકાર આવી ગયો છે. જનતા વોટ આપે છે અને તેઓ લઇ લે છે જનતા માટે કંઈ કામ કરવું કે નહિ તેનાથી કોઈ ફરક પડતો નથી, એવી માનસિકતા ભાજપની થઈ ગઈ છે.

માનનીય અરવિંદ કેજરીવાલજીએ આંતરરાષ્ટ્રીય સ્તરના ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે, આંતરરાષ્ટ્રીય સ્તરના ભણતર સાથે, શિક્ષકોને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ આપીને એક શાનદાર સરકારી શિક્ષણ વ્યવસ્થા ઉભી કરી. પહેલા ભાજપને આ શક્ય ન હતું લાગતું,

પરંતુ દિલ્હીની જનતાના આશીર્વાદથી અરવિંદ કેજરીવાલજીની સરકારે એટલી શાનદાર શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી કે અઠવાડિયા પહેલા જ વિશ્વની મહાસત્તા કહેવાતા અમેરિકા દેશ ના નંબર વન ન્યૂઝ પેપર એ પણ દિલ્હીની શાળાઓના વખાણ કર્યા.

અમેરિકાના ન્યૂઝપેપરમાં પહેલા પેજ પર દિલ્હીની શિક્ષા ક્રાંતિ ના વખાણ થયા તે આખી દુનિયાએ જાેયું. ભારતની સ્કૂલોનો ફોટો અમેરિકાના છાપામાં છપાય તો દેશને ગર્વ થાવો જાેઈએ, કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ મંત્રીનું સન્માન થવું જાેઈએ અને તેમની પાસેથી દેશની શિક્ષણ વ્યવસ્થા સુધારવા માર્ગદર્શન લેવું જાેઈએ. પરંતુ કેન્દ્ર સરકારે શું કર્યું,

એ જ દિવસે મનીષ સિસોદિયાજીના ઘરે CBI મોકલી દીધી. મનીષ સિસોદિયાજીના ઘરે ૧૪ કલાક શોધખોળ કર્યા બાદ અને આજે એ વાતને ચાર દિવસ થયા બાદ હજુ સુધી સીબીઆઈ કે પછી ભાજપના લોકો ને કાંઈ ખબર નથી પડી કે એમના ઘરેથી કઈ વસ્તુ મળી?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.