Western Times News

Gujarati News

વિદ્યાર્થીઓ આપઘાત કરે એ સંવેદનહીન શાળાઓની પણ નિષ્ફળતા છે

ભણવાની સાથે જીવવાની કળા શીખવે એ સાચો શિક્ષક

પિતાએ પોતાની પુત્રીને સાચું બોલવાનો બોધપાઠ આપ્યો. જાે તું સાચું બોલીશ તો તારે જીવનમાં કશાથી ડરવાની જરૂર નહી પડે. એક દિવસ તે પિતા સાથે કોઈક કાર્યક્રમમાં ગઈ હોવાથી શાળાએ જવાયું નહી. આચાર્ય ઉપરના રજાપત્રમાં પિતાએ લખ્યુ કે અનિવાર્ય સંજાેગોને લીધે મારી પુત્રી શાળાએ આવી શકી ન હતી.

તરત જ પુત્રીએ ધ્યાન દોર્યુ કે આપણે તો કાર્યક્રમમાં ગયા હતા. છતાં અનિવાર્ય સંજાેગો એવું શા માટે લખવું જાેઈએ. તમે મને શીખવ્યુ છે કે જુઠુ ના બોલવું જાેઈએ. પિતાને ભુલ જણાઈ અને સાચુ કારણ જણાવતી રજાચિઠ્ઠી લખી. આ છે બાળપણમાં અપાતા સદાચારના બોધનું પરિણામ. કેળવણી જે ત્રણ પાયા પર ઉભી છે તે સદાચાર, પ્રમાણિકતા ને નૈતિકતાના પાઠ આજે નિશાળોમાંથી મળે છે ખરા ? તે આજનો યક્ષ પ્રશ્ન છે.

ભગવાન બુદ્ધ ઉપદેશ આપતા હતા એ સ્થળે શ્રાવસ્તીમાં બે ખિસ્સાકાતરૂ ભીડમાં મોકો શોધતા હતા. એક ની નજર લોકોના ખિસ્સા પર હતી જયારે બીજાે અનાયાસે જ ભગવાન બુદ્ધનો ઉપદેશ સાંભળવા લાગ્યો. જે પોતાના દોષ-દુર્ગુણોને શોધીને તેને દુર કરવાનું સાહસ કે છે તે જ સાચો પંડિત છે. આ વાત તેના ગળે ઉતરી ગઈ. ખિસ્સાકાતરૂએ પોતાની ખામીઓ દુર કરવાની શરૂઆત કરી અને તે ભગવાન બુદ્ધનો પરમ શિષ્ય બની ગયો.

આજે વિદ્યાથીઓ થ્રીજી અને ગેમીંગ વિષે અદ્યતન માહિતી ધરાવે છે. પરંતુ પિત્ઝા બનાવતા રસોયાની પીડા તેને સમજાતી નથી. ઘરમાં પાણી કોપણ પહોંચાડે છે. તે પ્રણાલીને તેને સમજવી નથી. દેશના સંચાલનથી લઈને શહેરની સુધારણા જેવા વિષયો વિશે તેની રુચિ જ ન કેળવાય તે કેવી કમનસીબી છે? પરંતું આજનું શિક્ષણ તો આવુ જ છે ફી ભરો અને ગોખણપટ્ટી કરો.

અગ્રણી શિક્ષણવિદ્દ અને કેમ્પસ ઈન્ટરવ્યુના તજજ્ઞ મનીષ સરભવાલ કહે છે કે નોલેજ તો ખુબ મળે છે. તે આપવાની પદ્ધતિઓ પણ વધુ આધુનિક બની છે. પરંતુ આપણા નાગરિક શાસ્ત્રમા ટોપ રેન્ક ધરાવતા વિદ્યાથીઓને પણ વર્તમાન ચુંટણીના આટાપાટા વિશે ખબર નથી હોતી. જ્ઞાન જરૂરી છે પરંતુ તેને કેવી રીતે એપ્લાય કરવું એ તેનાથી પણ વધુ જરૂરી છે.

ક્રિયેટીવીટી, કયોરિયોસીટી અને કોન્ફીડન્સ વગર કેવણી નિરર્થક છે. દેશમાં તેજ ઝડપે સ્થપાતા ઉદ્યોગોને ટેલેન્ડેડ યુવાનો જાેઈએ છે. પરંતુ અગાઉ પાઠશાળાઓમા પાકો થતો પાયો આજે કાચો દેખાય છે. એટલે પદવીઓ અને મેડલથી ચળકતી ઈમારત હલતી દેખાય છે.

ડો. અબ્દુલ કલામ કહે છે સ્વપ્ન અને જ્ઞાનની પ્રક્રિયામાં શિક્ષકે કડીરૂપ બનવું જાેઈએ. શ્રમ, વિચાર વચન અને સમજ થકી વિદ્યાર્થીઓ ઉત્તમ બની શકે છે. પૃથ્થકરણ, કસોટી અને પ્રયોગો બહુ મહત્વની પદ્ધતિ છે. પરંતુ મોટાભાગે આપણે ત્યાં ગોખણપટ્ટીને જ માપદંડ બનાવી દેવાયો છે. ખરુ મહત્વ તો સર્જનશીલતાનું છે.

બ્લેક હોલ શોધનાર ચંદ્રશેખર સુબ્રમણ્યમની માફક આજે ચંદ્રશેખરની સીમાનો ઉપયોગ કરીને સૂર્ય કેટલા વધુ વર્ષ પ્રકાશશે, તેની ગણતરી થઈ શકે. સાગર તરફ જાેઈને સી.વી. રમણને પ્રશ્ન થયો કે શા માટે સાગરનો રંગ આસમાની છે ? શાને કારણે રમણ ઈફેકટ અસ્તિત્વમાં આવી? આલ્બર્ટ આઈન્સ્ટાઈને વિશ્વની જટિલતા અંગે સજજ થઈને તેના મુળ સ્વરુપ વિશે પ્રશ્નો ઉભા કર્યા અને પ્રખ્યાત સમીકરણ સ્થાપ્યું.

સરકારે શાળા આસપાસથી તમાકુ ગુટખાનું વેચાણ અટકાવવા આદેશ બહાર પાડવો પડે છે. પરંતુ શિક્ષકોમા એટલી તાકાત નથી કે એ પોતાના વિદ્યાર્થીઓને વ્યસનથી દુર રહેવાનો બોધ અસરકારક રીતે સમજાવે. બાળવયથી જ વિદ્યાર્થીઓ ઉપર ઘેરી અસર કરી શકે તેવું કોઈ પાત્ર હોય તો એ શિક્ષક છે પરંતુ હવેના શિક્ષકો કમનસીબે આવી છાપ પાડવામા સરિયામ નિષ્ફળ નીવડયા છે.

વિદ્યાર્થી આપઘાત કરે ત્યારે શિક્ષકોએ તેને પોતાની નબળાઈ ગણવી જાેઈએ. ભણતર અને ઘડતર સાથે ચાલવા જાેઈએ. આપણે એક મીનીટમાં ૧૬ થી ર૦ વાર શ્વાસ લઈએ છીએ એવું પુસ્તકોથી શીખીને તેની સાથે એ પણ શીખવું જાેઈએ કે કોઈના શ્વાસને આપણી ધુમ્રપાનની આદતથી ખરાબ કરવા એ મહાપાપ છે.

હૃદય એક દિવસમાં એક ટેન્કર જેટલું પાણી ખેંચે છે. એ સમજનારને લાગણીશીલ બનીને બીજાના હૃદયનું દુઃખ પણ સમજવું જાેઈએ તેવી વાત તો શિક્ષક જ સમજાવી શકે.

વિદ્યાર્થી ને જીવનની સુવાસનો જેનાથી અહેસાસ કરાવવાનો છે એ શિક્ષણ વિદ્યાર્થીની જીંદગીને છીનવી લે તો તેમાં શિક્ષક નૈતિક રીતે સો ટકા ગુનેગાર છે. હા આ કોઈ ઈન્ડીયન પીનલ કોડનો મુદ્દો નથી પરંતુ આપઘાત કરાર વિદ્યાર્થીના શિક્ષકે છાનાખુણે વિચારવું તો જાેઈએ જ કે પોતે ધાર્યુ હોત તો આ વિદ્યાર્થી જરૂર બચી ગયો હોત કે નહી?

શિક્ષણ એ મનુષ્યને જીવાડવા માટે હોય છે મરવા માટે નહી જયારે કોઈ વિદ્યાર્થી ઉંચી પદવી મેળવે ત્યારે તે પોતાના શિક્ષકને યાદ કરે છે. ખેલાડીના નામ સાથે તેના કોચનું નામ રોશન થાય છે. તે જ રીતે ત્રાસવાદીના શિક્ષકો ઉપર પણ સંશોધન થવું જાેઈએ.

તરુણીઓની છેડતીના બનાવો કે તરૂણ વયે ચોરીના રવાડે ચડી જતા વિદ્યાર્થીઓના કિસ્સામાં તેના મા-બાપની સાથોસાથ શિક્ષકોએ પણ અરીસામા ચહેરો તપાસવાની ખુમારી બતાવવી જાેઈએ.

આજે સ્થિતિ બદલાઈ પણ ગઈ છે અને બગડી પણ ગઈ છે. જયાં નૈતિક જવાબદારી સૌથી વધુ છે તેવા આ ક્ષેત્રોમાં બેજવાબદારી બહુ ક્રુરતાપૂર્વક અડ્ડો જમાવી બેઠી છે. ગ્રામજનો બિચારા ઉકળતા તેલમાં હાથ બોળી સતના પારખાં કરે છે પરંતુ સુશિક્ષકો પાસે છેતરપીંડી અને છટકબારીના તમામ રસ્તા હોય છે. વિદ્યાર્થી આપઘાત કરે કે દર્દીના પેટમાં કાતર રહી જાય.. ત્યારે કોઈને નથી શરમ કે સંવેદના.. આધુનિક સમયની આ એક બિહામણી કમનસીબી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.