Western Times News

Gujarati News

Instagram પર રીલ બનાવતા યુવક ટ્રેનની અડફેટે આવ્યો

રીલ રેલવે ટ્રેક પાસે બનાવી રહ્યો હતો યુવક

પૂરપાટ ઝડપે આવતી એક ટ્રેન તેને અથડાવી દે છે અને તે જમીન પર પડતા પહેલા હવામાં કૂદી પડે છે

નવી દિલ્હી,આજકલ સોશિયલ મીડિયા પર મોટા ભાગાના લોકો એક્ટિવ જાેવા મળે છે. નાના મોટા સૌ કોઈને રીલ બનાવવાનું અને જાેવાનું ગમે છે. ઈન્સ્ટાગ્રામ રીલ્સનો ક્રેઝ એટલો વઘી ગયો છે કે લોકો રીલ બનાવવામાં જાેખમને નિમંત્રણ આપે છે. કોઈ પૂરમાં રીલ બનાવવા જાય છે તો કોઈ હવામાં રીલ બનાવે છે અને અકસ્માતનો ભાગ પણ બને છે.

આવો જ એક કિસ્સો હાલ સોશિયલ મીડિયો પર વાયરલ થઈ રહ્યો છે. તેલંગાણાના હનુમાકોંડા જિલ્લાના કાઝીપેટ ખાતે રેલવે ટ્રેક પાસે ઇન્સ્ટાગ્રામ રીલ બનાવતી વખતે એક કિશોર ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના રવિવારે બની હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, કિશોર જેની ઓળખ અક્ષય રાજ તરીકે થઈ છે, જે તેલંગાણાના વડેપલ્લીનો પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે.

તેને રેલ્વે ટ્રેક નજીક ચાલતો જાેઈ શકાય છે. તે તેની બેકગ્રાઉન્ડમાં ચાલતી ટ્રેનને લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ પૂરપાટ ઝડપે આવતી એક ટ્રેન તેને અથડાવી દે છે અને તે જમીન પર પડતા પહેલા હવામાં કૂદી પડે છે. ઘટના પછી એક રેલવે ગાર્ડે તેને ટ્રેક પર લોહીથી લથપથ જાેયો, પછી એમ્બ્યુલન્સ સેવાને બોલાવી અને તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો.

હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અન્ય એક વ્યક્તિએ આ સમગ્ર ઘટના પોતાના ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી. અક્ષયને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. રેલ્વે પોલીસ વારંવાર લોકોને રેલ્વે ટ્રેકની નજીક ન ચાલવા માટે ચેતવણી આપે છે કારણ કે તે જીવલેણ અકસ્માતો તરફ દોરી શકે છે.

છતાં પણ આવા વીડિયોના ચક્કરમાં લોકો જાેખમ લેતા જાેવા મળે છે. આ પહેલા બિહારના કટિહારમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. અહીં ચાલતી ટ્રેનની સામે રીલ બનાવવી બે છોકરાઓને મોંઘી પડી હતી. ટ્રેનની અડફેટે આવી જતાં બંનેના મોત થયા હતા. આ ઘટના બારસોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના લહગરિયા પંચાયત વિસ્તારની હતી. આ અકસ્માતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.