Western Times News

Gujarati News

નાના છોકરાનો બાઈક ચલાવતો વીડિયો વાયરલ

નવી દિલ્હી, નાના બાળકોના વિડીયો જાેવાની મજા કંઇક અલગ જ આવતી હોય છે. તમે જ્યારે એકદમ મુડલેસ થઇ જાવો ત્યારે ખાસ કરીને કોઇ પણ નાના ભુલકાનો વિડીયો જાેઇ લેવો, આમ કરવાથી તમે ખડખડાટ હસી પડશો અને સ્ટ્રેસ ફ્રી થઇ જશો.

સામાન્ય રીતે નાના બાળકોને આપણે સૌથી પહેલા સપોર્ટર લગાયેલી સાયકલ ચલાવવા આપતા હોઇએ છીએ. આ સાયકલ શીખી જાય પછી એમાંથી સપોર્ટર કાઢી નાંખતા હોઇએ છીએ. ત્યારબાદ બાળક જેમ-જેમ મોટું થાય એમ-એમ વ્હિકલ શીખે છે અને પછી ૧૮ વર્ષનો થાય એટલે પેરેન્ટ્‌સ લાયસન્સ લેતા હોય છે, પરંતુ ઘણાં બાળકો એવા હોય છે જે નાની ઉંમરમાં જ તોફાન કરવા લાગે છે અને બાઇક ચલાવતા થઇ જાય છે.

જાે કે આ વાત તમને પણ માનવામાં આવતી નથી ને આ દિવસોમાં એક વિડીયો જાેરદાર વાયરલ થઇ રહ્યો છે જેમાં નાનો છોકરો બાઇક ચલાવી રહ્યો છે અને મજા માણી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ @md.ummarhussain પર એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં નાનો છોકરો બાઇક ચલાવે છે.

આ વિડીયો તમે જુઓ એ પહેલા અમે તમને એક ખાસ વાત એ જણાવી દઇએ કે બાઇક અને કાર ચલાવવાની એક સાચી ઉંમર હોય છે જેમાં તમે પોતે સંતુલન જાળવી શકો છો. આ માટે ક્યારે પણ ૧૮ વર્ષથી નાની ઉંમરના બાળકો એ ક્યારે પણ બાઇક કે કાર જેવા વ્હિકલ ચલાવવાની કોશિશ કરવી જાેઇએ નહીં. આ વિડીયોમાં એક નાનો છોકરો બાઇકમાં પેટ્રોલ પૂરાવા માટે કોઇ પેટ્રોલ પંપ પર જાય છે.

આ છોકરાનો બાઇકનો નંબર જાેઇને જાણ થાય છે કે એ ઉત્તર પ્રદેશના ભદોહીનું છે. પેટ્રોલ ભરાઇ જાય પછી એ સ્માઇલ આપે છે અને બાઇક સ્ટાર્ટ કરે છે. આટલું જ નહીં. ત્યારબાદ આ નાનો છોકરો ચાલુ બાઇકે કુદકો મારીને બેસે છે.

સામાન્ય રીતે જેમ નાના બાળકો સાયકલ પર કુદકો મારીને બેસતા હોય છે એવી રીતે આ નાનો છોકરો બાઇક પર આવું સાહસ કરી રહ્યો છે. કોઇ પણ જાતના ડર વગર આ નાનો છોકરો બાઇક ચલાવી રહ્યો છે. જાે કે આટલાં નાના છોકરાઓને બાઇક આપવું એ પેરન્ટ્‌સની સૌથી મોટી ભૂલ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.