Western Times News

Gujarati News

ઉલ્ટા ચશ્મામાં દર્શકોને ના ગમ્યા નવા મહેતા સાહેબ

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ ૧૫ વર્ષથી દર્શકોને મનોરંજન પૂરું પાડી રહી છે. આ દરમિયાન શોમાં મુખ્ય પાત્ર ભજવતા કેટલાક કલાકારોએ શો છોડી દીધો છે તો બે કલાકારોના નિધન થતાં તેમના સ્થાને નવા કલાકારોને લેવામાં આવ્યા છે. સોનુના રોલમાં અત્યાર સુધીમાં ત્રણ અભિનેત્રીઓ આવી ચૂકી છે. ઝીલ મહેતા અને નિધિ ભાનુશાળી બાદ આ રોલ હાલ પલક સિદ્ધવાની કરી રહી છે.

ટપ્પુના રોલમાં ભવ્ય ગાંધીએ શો છોડ્યા બાદ રાજ અનડકતની એન્ટ્રી થઈ છે. આ ઉપરાંત ગુરુચરણ સિંહ, નેહા મહેતાએ પણ શો છોડી દેતાં તેમના સ્થાને નવા કલાકારો આવ્યા છે. દયાભાભીના રોલમાં દેખાતી દિશા વાકાણી પાંચ વર્ષથી શોમાં પાછી નથી આવી.

નટુકાકાના રોલમાં દેખાયેલા ઘનશ્યામ નાયક તેમજ ડૉ. હાથીના રોલમાં દેખાયેલા કવિ આઝાદના નિધન બાદ આ પાત્રોમાં પણ નવા કલાકારોને લેવાય છે.

હવે શોમાં નવા આવેલા એક્ટર્સની યાદીમાં સચિન શ્રોફનું નામ સામેલ થયું છે. શૈલેષ લોઢાએ શો છોડ્યા પછી હાલમાં જ સચિન શ્રોફની શોમાં એન્ટ્રી થઈ છે. મંગળવારે પ્રસારિત થયેલા એપિસોડમાં મહેતા સાહેબના રોલમાં એક્ટર સચિન શ્રોફે એન્ટ્રી કરી છે.

પરંતુ સચિન શ્રોફની એન્ટ્રી દર્શકોને પસંદ નથી આવી. ૧૪ વર્ષ સુધી શૈલેષ લોઢાને મહેતા સાહેબના રોલમાં જાેયા પછી તેઓ સચિન શ્રોફને આ રોલમાં સ્વીકારવા તૈયાર નથી. ટિ્‌વટર પર લોકો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સને શો બંધ કરી દેવાની સલાહ આપી રહ્યા છે.

સાથે જ શૈલેષ લોઢાના સ્થાને લવાયેલા એક્ટરને અત્યાર સુધીનું સૌથી ખરાબ રિપ્લેસમેન્ટ ગણાવી રહ્યા છે. જુઓ સોશિયલ મીડિયા યૂઝર્સના કેટલાક ટિ્‌વટ જેમાં તેઓ નવા મહેતા સાહેબને જાેઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. સચિન શ્રોફની શોમાં એન્ટ્રી બતાવાઈ ત્યારે એડિટિંગ કરીને શૈલેષ લોઢાનો ચહેરો પણ બતાવાયો હતો.

જે જાેઈને એક યૂઝરે નિરાશા વ્યક્ત કરતાં લખ્યું, “આ કેવા પ્રકારનું એડિટિંગ છે? તમારે સમજવું જાેઈએ કે શો ક્યારે બંધ કરવો જાેઈએ. આસિત મોદી અને ચેનલ બંને લાલચમાં આવીને ઐતિહાસિક શોને બરબાદ કરી રહ્યા છે. આ જ ટાઈમ સ્લોટમાં એપિસોડ ૧થી બતાવવાનું શરૂ કરો.

વળી, કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સ જેઠાલાલ અને મહેતા સાહેબની જુગલ જાેડી અને તેમની મિત્રતના વિડીયો શેર કરીને તેને વાગોળી રહ્યા છે. હજી સુધી સચિન શ્રોફ અને દિલીપ જાેષી (જેઠાલાલ)ના સાથે સીન્સ આવ્યા નથી. પરંતુ દર્શકો તો શૈલેષ લોઢા અને દિલીપ જાેષીને જ સાથે જાેવા માગે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.