Western Times News

Gujarati News

ચંડીગઢની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા સોનુ સુદે લોકોને વીડિયો શેર ન કરવાની અપીલ કરી

નવીદિલ્હી, ચંદીગઢ યુનિવર્સિટીમાં ૬૦ વિદ્યાર્થિનીઓનો કથિત એમએમએસ લીકનો મામલો દેશભરમાં ચર્ચામાં છે. રિપોર્ટ પ્રમાણે સ્સ્જી લીક બાદ ૮ યુવતીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં એકની હાલત ગંભીર છે.

પરંતુ યુનિવર્સિટી પ્રશાસને આપઘાત પ્રયાસની ઘટનાનો ઇનકાર કર્યો છે. આ વચ્ચે બોલીવુડ અભિનેતા સોનૂ સૂદે પોતાનું રિએક્શન આપ્યું છે. તેમણે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા લોકોને વીડિયો શેર ન કરવાની અપીલ કરી છે.

ચંદીગઢ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓના સ્સ્જી લીક મામલામાં સોનૂ સૂદે લખ્યુ- ચંદીગઢ યુનિવર્સિટીમાં જે પણ થયું તે ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે, હવે સમય આવી ગયો છે કે આપણે આપણી બહેનોની સાથે ઉભુ રહેવું જાેઈએ અને એક જવાબદાર સમાજની મિસાલ આપવી જાેઈએ. આ સમય આપણા બધા માટે પરીક્ષાનો સમય છે ન કે પીડિતો માટે. જવાબદાર બનો.

તો મનોજ મુંતશિરે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે લોકોને વીડિયો ડિલીટ કરવાની અપીલ કરી છે. મનોજે પોતાના ટિ્‌વટર પર લખ્યું- ચંદીગઢ યુનિવર્સિટીમાં બનેલા અશ્લીલ વીડિયોની ઘટના શરમજનક છે. જેના ફોનમાં આ વીડિયો હોય તે ડિલીટ કરી દે. દેશની દરેક યુવતીનું સન્માન સુરક્ષિત રાખવું આપણી વ્યક્તિગત જવાબદારી છે.

આ મામલામાં ચંદીગઢ યુનિવર્સિટીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું કે યુવતીઓનો અશ્લીલ વીડિયો શૂટ કરવાની વાત સંપૂર્ણ રીતે ખોટી છે. કોઈપણ વિદ્યાર્થિનીનો આવો વિવાદાસ્પદ વીડિયો મળ્યો નથી.

માત્ર એક યુવતીનો વીડિયો છે, જે અંગત છે અને તેણે તેના પ્રેમીની સાથે શેર કર્યો હતો. આ સિવાય યુવતીઓની આપઘાતના પ્રયાસની વાત અફવા છે.HS1MM


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.