Western Times News

Gujarati News

ભાજપ-સંઘ વચ્ચે તણાવ, ભાજપની કમાન ગડકરીને આપવામાં આવે

નવીદિલ્હી, શું ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાક સમયમાં આરએસએસના અભિપ્રાયને મહત્વ આપ્યા વગર ર્નિણય કરે છે, તેના કારણે બંને સગઠનો વચ્ચે તણાવની સ્થિતિ છે? ભાજપના નવા અધ્યક્ષ તરીકે નીતિન ગડકરીને રજૂ કરવાની સંઘ દ્વારા થઈ રહેલી કોશિશો કામિયાબ થશે કે નડ્ડાને ભાજપનું શીર્ષસ્થ નેતૃત્વ ૨૦૨૪ સુધી પાર્ટી અધ્યક્ષ તરીકે યથાવત રાખશે?

તાજેતરમાં છત્તીસગઢના પાટનગર રાયપુરમાં પૂર્ણ થયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધિવેશનમાં તેના ભાજપ સાથેના સંબંધોમાં એક પ્રકારનો તણાવ જાેવા મળ્યો છે. ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા અને પાર્ટીના સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ સંઘના અધિવેશનમાં સામેલ થયા હતા. સંઘનું માનવું છે કે ગત કેટલાક વર્ષોમાં ભાજપનું અપેક્ષિત રાજકીય વિસ્તરણ થયું છે.

પરંતુ તેની સરખામણીએ સંઘ પોતાના સંગઠનને વાંછિત વિસ્તરણ આપી શક્યું નથી. એવું પણ માનવામાં આવે છે કે આરએસએસ ભાજપથી નારાજ હોવાનું એક કારણ કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવાની પ્રક્રિયામાં સંઘને સામેલ નહીં કરવાનું પણ હતું.

આ સિવાય રાયપુર ખાતેની સંઘની સમન્વય બેઠક પહેલા જે પ્રકારે ભાજપના પ્રભારીઓ બદલવામાં આવ્યા, તેમાં પણ આરએસએસનો અભિપ્રાય લેવામાં આવ્યો ન હતો.

સૂત્રોનું કહેવું છે કે ભાજપના ઘણાં મોટા નેતાઓ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે. પી. નડ્ડાના કાર્યકાળનો ૨૦૨૪ સુધી લંબાવવા માંગે છે. પરંતુ આરએસએસ તરફથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ભાજપના નવા અધ્યક્ષ તરીકે રજૂ કરવાની કોશિશો થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.