Western Times News

Gujarati News

પૂરથી બેહાલ છતાં પાકિસ્તાનની અવળચંડાઈ ભારતમાં આતંકીઓ ઘૂસાડવાની ફિરાકમા

નવીદિલ્હી, પાકિસ્તાનમાં પૂરના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તાજેતરમાં એસસીઓ બેઠકમાં પણ પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે આર્થિક મદદ માટે સભ્ય દેશો સમક્ષ હાથ લંબાવવાની ફરજ પડી હતી. આવી સ્થિતિમાં પણ પાકિસ્તાનમાં આંતકી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોયબા ભારત વિરુદ્ધ નવા કાવતરાં રચી રહ્યા છે. આ બંને આતંકી સંગઠનો ભારત વિરુદ્ધ આતંકીઓની નવી ભરતી કરવાની તૈયારી કરી રહ્યા છે.

આતંકી સંગઠનોએ પાકિસ્તાનમાં રીતસર જિલ્લા સ્તરે આતંકીઓની ભરતી માટે અભિયાન ચલાવ્યું છે. તેના હેઠળ કરાચી, ગુજરાંવાલા, સિયાલકોટ, પેશાવર, મુઝફ્ફરાબાદ, કોટલી, નરોવલ, શકરગઢમાં યુવાનોને ભારત વિરુદ્ધ ઉશ્કેરવામાં આવી રહ્યા છે. આ સંગઠનો જીમમાં જઈને યુવાનોની ફીટનેસ તપાસી રહ્યા છે.

આ દરમિયાન આ લોકો એલઓસી અને સરહદની સ્થિતિથી પરિચિત યુવાનો પર ફોકસ કરી રહ્યા છે અને તેમને ભારતમાં ઘૂસણખોરી માટે તૈયાર કરી રહ્યા છે.

જૈશ-એ-મોહમ્મદેે સાત દિવસનો ‘દૌરા તરબિયા’ ટ્રેનિંગ કેમ્પ લગાવ્યો હતો. આ કેમ્પ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (પીઓકે)ના બાગ જિલ્લા સ્થિત ગંગા ચોટીમાં લગાવાયો હતો. એ જ રીતે લશ્કર-એ-તોયબાએ સેલ્ફ ડિફેન્સ કોર્સના નામે દૌરા-એ-સૂફા નામથી એક બેસિક ટ્રેનિંગ કોર્સ શરૂ કર્યો છે, જેમાં જેહાદી ટ્રેનિંગ અપાય છે.

દરમિયાન સ્પેશિયલ ઓપરેશન્સ ગૂ્રપ (એસઓજી)એ રવિવારે જમ્મુ-કાશ્મીરના સાંબામાં સરહદીય વિસ્તારોમાં એક સર્ચ અભિયાન શરૂ કર્યું છે. પોલીસને ગ્રામીણોએ એક શંકાસ્પદ ડ્રોન જાેવા મળ્યું હોવાની માહિતી આપી હતી. એસઓજીના ડીએસપી ધરુ રામે કહ્યું કે, પાકિસ્તાને ફરી એક વખત સાંબામાં ડ્રોનથી હથિયારો મોકલવાનું કાવતરું ઘડયું હોવાનું મનાય છે. સૂત્રોએ કહ્યું કે, પાકિસ્તાનમાંથી એક ડ્રોન ભારતીય ક્ષેત્રમાં ઘૂસતા સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ભારતીય સૈન્યે સરહદના ગામોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

બીજીબાજુ સલામતી દળોએ રવિવારે રામબન જિલ્લાના ગુલ સબ-ડિવિઝનના જંગલ વિસ્તારોમાં આતંકીઓનું એક ગુપ્ત સ્થળ શોધી કાઢ્યું હતું અને ત્યાંથી હથિયારો અને દારૂગોળો જપ્ત કરાયા હતા, જેમાં એક અન્ડર-બેરલ ગ્રેનેડ લોન્ચર, ચીની બનાવટની પિસ્તોલ અને ૩૬ કાર્ટ્રીજ, ચાર એકે-૪૭ રાઈફલ, ૧૯૮ બુલેટ્‌સનો સમાવેશ થાય છે.

આ સિવાય બારામુલ્લા જિલ્લામાંથી પણ પોલીસ અને આર્મીએ શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કર્યા હતા, જેમાં એક એકે-૪૭ રાઈફલ, એક મેગેઝિન, એક-૪૭ના ૨૮ રાઉન્ડનો સમાવેશ થાય છે.HS1MM


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.