Western Times News

Gujarati News

ખેલૈયાઓ માટે સારા સમાચારઃ નવરાત્રીમાં વરસાદની શક્યતા નહિવત

પ્રતિકાત્મક

રાજ્યમાંથી ચોમાસુ વિદાય તરફ નવરાત્રીમાં વરસાદની શક્યતા નથી

(એજન્સી)અમદાવાદ, નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે ગરબા રસિકો અને ખેલૈયાઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. નવરાત્રી દરમિયાન વરસાદ વિલન નહીં બને એવા રિપોર્ટ સામે આવ્યા છે. સાથે જ એવા પણ રિપોર્ટ આવ્યા છે કે, રાજ્યમાં ચોમાસુ અંતિમ તબક્કામાં પહોંચ્યું છે.

બે દિવસ પછી ચોમાસુ કચ્છ તરફથી વિદાય લે એવી શક્યતા છે. એટલે કે નવરાત્રી દરમિયાન ચોમાસાની વિદાય થવાની સંભાવના છે. મહત્વનું છે કે, થોડા સમય પહેલાં એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે રાજ્યમાંથી હજુ સુધી ચોમાસાની વિદાય થઈ નથી. ૧૮ સપ્ટેમ્બરથી એક સિસ્ટમ સક્રિય થશે એવા રિપોર્ટ સામે આવ્યા હતા. ત્યારે હવે નવરાત્રી દરમિયાન વરસાદ રંગમાં ભંગ નહીં પાડે એવા રિપોર્ટ સામે આવતા ખેલૈયાઓમાં ઉત્સાહ વધ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવરાત્રીને લઈ સેંકડો ખેલૈયાઓ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે થોડા સમય પહેલાં એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય હજુ થઈ નથી. એટલે નવરાત્રી દરમિયાન વરસાદ વિઘ્ન બની શકે છે. ગુજરાતમાં ઓક્ટોબરની શરુઆતમાં વરસાદ વિદાય લેશે.

પણ હવે ખેલૈયાઓ માટે એક સારા અને મોટા સમાચાર સામે આવ્યા છે. આ નવરાત્રીમાં વરસાદ પડવાની શક્યતા નહીવત છે. ચોમાસુ હાલ તેના અંતિમ તબક્કામાં પહોંચ્યુ હોવાના રિપોર્ટ છે. જેથી હવે વરસાદ નવરાત્રી દરમિયાન વિલન નહીં બને.

મહત્વનું છે કે, અગાઉ એવા પણ રિપોર્ટ સામે આવ્યા હતા કે, હવામાન વિભાગે આગાહી કરી હતી કે, રાજ્યમાંથી હજુ સુધી ચોમાસુ ગયુ નથી. આગામી સમયમાં વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થશે અને એના કારણે વરસાદી સિસ્ટમ સક્રિય થશે.

આમ તો સામાન્ય રીતે નૈઋત્યના ચોમાસાની વિદાય રાજસ્થાનના જેસલમેર અને બિકાનેરથી થતી હોય છે. બીજી તરફ, ૧૭ સપ્ટેમ્બરની આસપાસ ચોમાસુ વિદાય લેતુ હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.