Western Times News

Gujarati News

સ્કુલે જવા માટે એસટી બસની સુવિધા ઉપલબ્ધ કરાવવા તંત્રને આવેદનપત્ર

 ઘોંઘબા, પંચમહાલ ઘોઘંબા તાલુકાના અંતરિયાળ ગામો શિક્ષણ, રોડ રસ્તા, આરોગ્ય, પાણી એમ દરેક ક્ષેત્રે પછાત રહ્યા છે. તાલુકાનું વાવકુલ્લી ગામ અને વિસ્તારમાં હાઇસ્કૂલ શિક્ષણ માટે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ૧૦ થી ૧૫ કિલોમીટર દુર સીમલીયા જાય છે. આ વિદ્યાર્થીઓ માટે સરકારી એસટી બસની સુવિધા ઉપલબ્ધ નથી તેથી ખાનગી વાહનોમાં અપડાઉન કરી રહ્યા છે.

સમયસર સ્કૂલમાં પહોંચી નથી શકતા અને સમયસર ઘરે પણ આવી નથી શકતા. વિદ્યાર્થીઓ ખુબ હેરાન પરેશાન થાય છે. વિદ્યાર્થીનીઓ માટે ખાનગી વાહનોમાં અપડાઉન કરવું એ જાેખમી છે ઘણી બધી સમસ્યાઓનો ભોગ વિદ્યાર્થીનીઓ બની રહી છે અને અસુરક્ષિતાનો અનુભવ કરી રહી હોવાનું જાણવા મળે છે.

વાલીઓ પણ પોતાની દિકરીઓની સલામતી બાબતે ચિંતિત છે પરંતુ તેઓ મજબુરી વસ પોતાની દિકરીઓના ભવિષ્ય માટે, ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે ખાનગી વાહનોમાં અપડાઉન કરાવી રહ્યા છે કારણ કે આ વિસ્તારમાં સ્કૂલના સમય મુજબ એસટી બસ ની સુવિધા ઉપલબ્ધ નથી. તેથી આ વિસ્તારના વાલીઓ દ્વારા આમ આદમી પાર્ટી પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆને પોતાની સમસ્યાઓ જણાવી હતી.

આવેદનપત્રમા જણાવામા આવ્યુ છે કેવિદ્યાર્થીઓને ભણવું છે, સરકાર ભણવા જવા માટેની વ્યવસ્થા પુરી પાડે. વાવકુલ્લી વિસ્તારના તમામ પ્રકારની આપદા લોકો ભોગવી રહ્યા છે. એમાં વધારે ઉમેરો વિદ્યાર્થીઓનો પણ જાેવા મળ્યો. આ વિસ્તારમાંથી હાઇસ્કૂલ નું શિક્ષણ મેળવવા ૧૦ થી ૧૫ કિલોમીટર દૂર આવેલા સીમલીયા ગામે ૨૦૦ જેટલા છોકરા છોકરીઓ જાય છે.

સ્કુલમાં જવા માટે એસટી બસની સુવિધા ના હોવાના કારણે વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં અપડાઉન કરવું પડે છે. ખાનગી વાહનોમાં અસુરક્ષિતાનો અનુભવ થતો હોવા છતાં વિદ્યાર્થીઓ મજબુરી વસ ખાનગી વાહનોમાં જાય છે ત્યારે એસટી બસની સુવિધા ઉપલબ્ધ કરાવવા લેખીત રજુઆત કરી છે.

દિનેશ બારીઆને આ બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું છે કે જાે સરકાર અને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે એસટી બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ સાથે મળીને આંદોલન કરીશું તેવું જણાવ્યું હતું.ગામમાંથી શૈલેષભાઈ બાબુભાઈ, પોપટભાઈ રયજીભાઇ, મંગળસિહ સબુરસિહ, રાજેશભાઈ રયજીભાઇ સહિતના આગેવાનો સાથે મળીને દિનેશ બારીઆએ રજૂઆત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.