Western Times News

Gujarati News

પશ્ચિમ રેલવે દ્વારા દાદર અને ભગત કી કોઠી સ્ટેશનો વચ્ચે નવી ટ્રેનનો પ્રારંભ

પશ્ચિમ રેલવે દાદર અને ભગત કી કોઠી સ્ટેશનો વચ્ચે નવી ત્રિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન સેવા શરૂ કરશે.-પશ્ચિમ  રેલવેના જનસંપર્ક વિભાગ દ્વારા જારી કરાયેલી અખબારી યાદી મુજબ આ ટ્રેનની વિગતોઆ મુજબ છે

ટ્રેન નંબર 14808/14807 દાદર – ભગત કી કોઠી એક્સપ્રેસ (ત્રિ-સાપ્તાહિક)

ટ્રેન નંબર 04808 દાદર-ભગત કી કોઠી સ્પેશિયલ તેની ઉદઘાટક સેવા તરીકે 25 સપ્ટેમ્બર, 2022ના રોજ દાદરથી 12.00 કલાકે ઉપડશે અને 26 સપ્ટેમ્બર, 2022ના રોજ 04.05 કલાકે ભગત કી કોઠી પહોંચશે

તેની નિયમિત સેવામાં ટ્રેન નંબર 14808 દાદર-ભગત કી કોઠી એક્સપ્રેસ (ત્રિ-સાપ્તાહિક) દાદરથી દર સોમવાર, બુધવાર અને શનિવારે 00.05 કલાકે ઉપડશે અને તેજ દિવસે 18.00 કલાકે ભગત કી કોઠી પહોંચશે.આ ટ્રેન 28 સપ્ટેમ્બર, 2022 થી નિયમિત રીતે દોડશે.

એજ રીતે, ટ્રેન નંબર 14807 ભગત કી કોઠી – દાદર એક્સપ્રેસ (ત્રિ-સાપ્તાહિક) ભગત કી કોઠીથી દર રવિવાર, મંગળવાર અને શુક્રવારે 05.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.15 કલાકે દાદર પહોંચશે. આ ટ્રેન 27 સપ્ટેમ્બર 2022થી નિયમિત રીતે દોડશે.

માર્ગમાં ટ્રેન નંબર 04808, 14808 અને 14807 બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, સાબરમતી, મહેસાણા, પાટણ, ભીલડી, ધનેરા, રાનીવાડા, મારવાડ ભીનમાલ, જાલોર અને સમદડી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસના જનરલ કોચ રહશે.

ટ્રેન નંબર 04808ની ઉદઘાટક સેવાનું બુકિંગ 22મી સપ્ટેમ્બર, 2022થી અને ટ્રેન નંબર 14808ની નિયમિત સેવાનું બુકિંગ 23મી સપ્ટેમ્બર, 2022થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.

ટ્રેનોના પરિચાલન સમય,સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ  www.enquiry.indianrail.gov.in પર જઈને જોઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.