Western Times News

Gujarati News

ગોધરાના સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી એક સપ્તાહ પહેલા બાઈક ચોરી કરનાર ઝડપાયો

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડ માંથી એક સપ્તાહ પહેલા ચોરાયેલ બાઇક અને ચોરી કરનાર ઇસમ ને ઝડપી પાડવા માં સફળતા મેળવતી એલસીબી પોલીસે આશરે એક સપ્તાહ પહેલાં બપોરના સમયે ગોધરા સિવીલ હોસ્પિટલ ના કમ્પાઉન્ડ માંથી પાર્ક કરેલ હીરો ડિલક્ષ મોટર સાયકલની ચોરી થઇ હતી.

જે સંદર્ભે મોટર સાઇકલ ના માલિકે ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુના સંબંધે શોધખોળ શરૂ કરી હતી.ગણતરી ના દિવસો માં જ એલસીબી પોલીસે સમગ્ર મામલે તપાસ તેજ કરતા આરોપી ને મોટર સાઇકલ સમેત ઝડપી પાડવા માં સફળતા મેળવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા એલ.સી.બી. પીઆઇ જે.એન.પરમાર ને ચોક્કસ બાતમી મળી હતી કે આશરે અઠવાડીયા પહેલા ગોધરા સિવિલ હોસ્પીટલના કંપાઉન્ડમાંથી બપોરના સમયે પાર્કીંગ કરેલ હીરો એચ.એફ.ડીલક્ષ મોટર સાયકલ નંબર જી.જે.૧૭ બી.કે. ૮૯૨૩ ની ચોરી થયેલ હતી તે મોટર સાયકલ ઉંમર ફારૂક તૈચબ અસલા રહે.

ચેતનદાસ પલોટ વેજલપુર રોડ ગોધરા તા.ગોઘરા નાઓએ ચોરી કરેલ છે અને હાલમાં મોટર સાચકલની નંબર પ્લેટ કાઢી નાખેલ છે જે નંબર વગરની મોટર સાયકલ લઇને ગોધરા કુબા મસ્જીદ કડીયાવાડ બાજુથી સરદારનગર ખંડ તરફ આવનાર છે.

જે બાતમી ને આધારે એલસીબી પીએસઆઇ આઇ.એ.સિસોદીયા અને પીએસઆઇ ડૉ. એમ.એમ. ઠાકોર તથા એલ.સી.બી. સ્ટાફના માણસોએ ગોધરા સરદારનગર ખંડથી પાસે કુબા મસ્જીદ તરફ જતા રોડ ઉપર નાકાબંધી કરી બાતમી મુજબની ચોરીની ઉપરોકત મોટર સાયકલ સાથે ઉમર ફારૂક તૈયબ અસલા ને મોટર સાયકલ સહિત ઝડપી પાડ્યો હતો.

પોલીસે પકડાયેલ બાઇક અંગે તપાસ કરતા બાઇક ગોધરા ના મેંદા પ્લોટ, વચલા ઓઢા વિસ્તાર ના રીયાજ ગુલમોહમદ વસ્યા ની હોવા નું સામે આવતા જે સંદર્ભે પોલીસે આગળની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.