Western Times News

Gujarati News

આગામી મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જઈ શકે છે બ્રિટન

નવી દિલ્હી, ભારત અને બ્રિટેન વચ્ચે વેપાર કરારને વધુ મજબૂત કરવા માટે આગામી મહિને પીએમ નરેન્દ્ર મોદી યુકેની યાત્રા પર જશે. અધિકારીઓ પાસેથી મળેલી વિગતો અનુસાર પીએમ મોદી ઓક્ટોબર મહિનામાં બ્રિટેન પર જશે અને આ દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ફ્રી ટ્રેડ એગ્રીમેંટ સાઈન થઈ શકે છે. બંને દેશ આ એગ્રીમેન્ટને દિવાળી પહેલા કરવાનું મન બનાવી રહ્યા છે.

આ મામલા સાથે જાેડાયેલ એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારત અને બ્રિટેન બંને દેશોને વિશ્વાસ છે કે, તે દિવાળી પહેલા આ એગ્રીમેંટ સાઈન કરી લેશે.

આ અનુમાન છે કે આ એગ્રીમેંટ બંને દેશોના પ્રધાનમંત્રીઓની હાજરીમાં બંને દેશોના વેપાર મંત્રી તેના પર હસ્તાક્ષર કરશે. આ મામલામાં સંબંધિત અધિકારીએ જણાવ્યું છે કે, પીએમ મોદીની આ યાત્ર જાે ફાઈનલ થાય છે કે, આ દિવાળીની નજીક થઈ શકે છે. આ યાત્રા પર એફટીએ પર હસ્તાક્ષર સંભવ છે. જાે કે, હજૂ સુધી બંને દેશો તરફથી કોઈ પણ પ્રકારની સત્તાવાર સૂચના આપવામાં આવી નથી.

બંને દેશો વચ્ચે અમુક મામલામાં એગ્રીમેંટ પર અમુક મામલામાં ચર્ચા બાકી છે. તેમાં માઈગ્રેશન, ઓટોમોબાઈલ અને મોબિલિટી શામેલ છે. બ્રિટેન તરફથી મોબિલિટી અને માઈગ્રેશન પર જે ટર્મ્સ ઓસ્ટ્રેલિયાની સાથે ૨૦૨૧માં સાઈન કર્યા હતા, તેમને જ ભારતને ઓફર કર્યા છે.

યુકે અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આ કરાર બાદ બ્રિટેનને એ આઝાદી મળી છે કે, તે ઓસ્ટ્રેલિયાના નાગરિકોને કેટલાય સેક્ટર્સમાં ભરતી કરી શકે છે. તેમાં પ્રોફેશનલ્સ જેવા એન્જીનિયર અને આર્કિટેક્ચર વગેરે સામેલ છે. જાે કે, ભારત તરફથી તેના પર હાલમાં કોઈ જવાબ આવ્યો નથી.

એક અન્ય અધિકારીએ નામ જણાવ્યા વિના કહ્યું કે, આ મામલામાં ૨૬ ચેપ્ટરનું એગ્રીમેન્ટ બનાવ્યું છે. બંને દેશ એકબીજાની સંવેદનશીલતા સમજે અને તે હિસાબે એડજસ્ટ કરે છે.

બંને દેશો તરફથી કંસલ્ટેશનને ફાસ્ટ ટ્રેક પર લાવવામાં આવે, જેથી ઓક્ટબરની શરુઆત પર તેને પુરુ કરી શકાય . ભારત સરકાર તરફથી આ ડીલમાં પ્રોફેશનલ અને સ્ટૂડેંટ્‌સની મોબિલિટી પર ફોક્સ કરવામાં આવી રહ્યું છે. તેમાંથી લેદર, ટેક્સટાઈલ, જ્વેલરી, એગ્રીકલ્ચર પ્રોડક્ટ્‌સ, મરીન પ્રોડક્ટ્‌સ, હેલ્થ કેયર વગેરે સામેલ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.