Western Times News

Gujarati News

મહિલાઓ કરતા પુરુષોમાં કેન્સરનું પ્રમાણ વધારે જોવા મળે છે

નવી દિલ્હી, કેન્સર એક દુર્લભ પ્રકારની બિમારી છે, જે શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે. આ બિમારી શરીરના અવયવોમાં અસામાન્ય અને અનિયંત્રિત રીતે ફેલાય છે. આ બિમારીની ગંભીરતાને કારણે વિશ્વભરમાં કેન્સર મૃત્યુનું બીજું મુખ્ય કારણ છે.

દર વર્ષે લગભગ ૯.૬ મિલિયન લોકો તેના કારણે જીવ ગુમાવે છે. એક તરફ જ્યાં મહિલાઓમાં સ્તન, કોલોરેક્ટલ, ફેફસાં, સર્વાઇકલ અને થાઇરોઇડ કેન્સર સૌથી સામાન્ય છે, ત્યારે પુરુષોમાં ફેફસાં, પ્રોસ્ટેટ, કોલોરેક્ટલ, પેટ અને લીવર કેન્સર વધુ પ્રમાણમાં જાેવા મળતું હોય છે.

કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા માટે દરવર્ષે ૪ ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. નિષ્ણાતો કહે છે કે, કેન્સરના ૨૦૦થી વધુ પ્રકાર છે. આ બધાના લક્ષણો પણ અલગ-અલગ હોય છે. પરંતુ આજે આપણે એવા જ કેન્સરના પ્રકારો વિશે વાત કરીશું જે પુરુષોમાં વધુ પ્રમાણમાં જાેવા મળે છે. મોટાભાગના કેન્સર એવા છે, જેને સમયસર ઓળખીને તેની સારવાર કરી શકાય છે.

ચાલો જાણીએ કે પુરુષોમાં જાેવા મળતા કેન્સરના સૌથી સામાન્ય પ્રકારો કયા છે. પ્રોસ્ટેટ કેન્સર પુરુષોમાં સૌથી વધુ જાેવા મળતો કેન્સરનો પ્રકાર છે. પ્રોસ્ટેટ કેન્સર મહિલાઓમાં જાેવા મળતો નથી. કારણ કે પ્રોસ્ટેટ ગ્રંથિ સ્ત્રીઓમાં હોતી નથી. તે માત્ર પુરુષોમાં જાેવા મળે છે અને તે ઉંમર સાથે વધે છે.

પ્રોસ્ટેટ ગ્રંથિ એ અખરોટના કદની ગ્રંથિ છે જે પેશાબની નળીઓની આસપાસ હોય છે. મોટાભાગના પ્રોસ્ટેટ કેન્સર ૬૫ વર્ષથી વધુ ઉંમરના પુરુષોમાં થાય છે. છેલ્લા ઘણા સમયથી પ્રોસ્ટેટ કેન્સરના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ કેન્સર પ્રોસ્ટેટ ગ્રંથિના પેશીઓમાં ઉદ્દભવે છે અને આખરે પેશાબની વ્યવસ્થા અને તેના કાર્યોમાં અવરોધ પેદા કરી શકે છે.

મોટાભાગના પુરૂષોમાં પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન શક્ય હોય છે. જાે પરિવારમાં પ્રોસ્ટેટ કેન્સરનો કૌટુંબિક ઇતિહાસ હોય તો તમને આ કેન્સર થવાનું જાેખમ રહેલું છે. ફેફસાનું કેન્સર ઘણીવાર હવામાં રહેલા રસાયણો અને અન્ય કણોના સંપર્કમાં આવવાથી થાય છે. જ્યારે તમાકુનો ઉપયોગ ફેફસાના કેન્સરનું મુખ્ય કારણ છે. જાે કે, ફેફસાનું કેન્સર ધરાવતા તમામ લોકો ધૂમ્રપાન કરતા હોય તેવું જરૂરી નથી.

ફેફસાના કેન્સરથી પીડાતા દર્દીઓમાં કેટલાક એવા લોકો હોઈ શકે છે જેમણે પહેલા ધૂમ્રપાન કર્યું હોય, જ્યારે કેટલાક એવા પણ હોઈ શકે કે જેમણે ક્યારેય ધૂમ્રપાન કર્યું જ નથી છતા રોગથી પીડાય છે. લાંબી ઉધરસ, લાળ અને કફની સાથે લોહી આવવું વગેરે ફેફસાના કેન્સરના લક્ષણો છે. કોલોરેક્ટલ  કેન્સર કોલોન અથવા ગુદામાર્ગમાં શરૂ થાય છે.

વધુ વજન અથવા મેદસ્વીતા, શારીરિક નિષ્ક્રિયતા, લાલ અને પ્રોસેસ્ડ મીટનો વધુ વપરાશ, ધૂમ્રપાન, આલ્કોહોલનું સેવન, મોટી ઉંમર અને કોલોરેક્ટલ કેન્સરનો પારિવારિક ઇતિહાસ વગેરે કોલોરેક્ટલ કેન્સર થવાના મુખ્ય કારણોમાંના છે. યુ.એસ.માં કેન્સરથી થતા મૃત્યુનું બીજું મુખ્ય કારણ છે, દર વર્ષે કોલોરેક્ટલ કેન્સરથી ૨૭,૦૦૦ થી વધુ પુરુષો મૃત્યુ પામે છે.

નિષ્ણાંતો દ્વારા ૫૦ વર્ષની ઉંમરે કોલોનોસ્કોપીની ભલામણ કરવામાં આવે છે, જેથી સમયસર રોગ વિશે જાણકારી મેળવી શકાય. સ્ત્રીઓ કરતાં પુરુષોમાં બ્લેડરના કેન્સરનું નિદાન થવાની શક્યતા ચાર ગણી વધારે હોય છે. જ્યારે મૂત્રાશય માટે સ્ક્રીનીંગ ટેસ્ટ હજુ સુધી ઉપલબ્ધ નથી. બેઠાડુ જીવનશૈલી જેવી અનેક આદતો આ કેન્સર માટે જબાવદાર કારણો છે.

બ્લેડરનું કેન્સર કેન્સર સંબંધિત મૃત્યુનું આઠમું મુખ્ય કારણ છે. આશરે ૫૦% પુરુષોમાં, બ્લેડરના કેન્સરનું નિદાન પ્રારંભિક તબક્કે થાય છે. ધૂમ્રપાન તમારા બ્લેડરના કેન્સરની સંભાવનાને નોંધપાત્ર રીતે વધારે છે. ભરપૂર પ્રમાણમાં ફળો અને શાકભાજીનું સેવન કરવાથી બ્લેડર કેન્સર સામે રક્ષણ મળે છે.

પેનક્રિએટિક એટલે કે સ્વાદુપિંડનું કેન્સર પુરુષોમાં ચોથું સૌથી જીવલેણ કેન્સર છે. તે પ્રોસ્ટેટ અથવા કોલોન કેન્સર કરતાં ઘણું ઓછું જાેવા મળે છે, પરંતુ તેની ગંભીરતા એટલી છે કે આ કેન્સરના દર્દીના જીવનને ટકાવી રાખવાનો દર ઘણો ઓછો રહે છે. આ કેન્સરના લક્ષણો ઘણીવાર જાેઈ શકાતા નથી. જાે કે તેના પ્રારંભિક લક્ષણોમાં ખંજવાળ, કમળો, ભૂખ ન લાગવી, પેટમાં દુખાવો અને અચાનક વજનમાં ઘટાડો શામેલ છે. ડાયાબિટીસનું નિદાન પણ પેનક્રિએટિક કેન્સરની નિશાની હોઈ શકે છે.

અન્ય પ્રકારના કેન્સરની જેમ પેનક્રિએટિકનું કેન્સર પણ શરીરનું યોગ્ય વજન જાળવી રાખવા, ધૂમ્રપાન કરવાનું બંધ કરીને અને સ્વસ્થ આહારનું પાલન કરીને અટકાવી શકાય છે. યકૃતના કેન્સર અને યકૃતમાં મેટાસ્ટેસિસ વચ્ચે તફાવત કરવો મહત્વપૂર્ણ છે.

યકૃતમાં ઉદ્દભવતા કેન્સરને લીવર કેન્સર તરીકે ઓળખવામાં આવે છે. આ કેન્સર શરીરના અમુક અલગ-અલગ સ્થળે ઉદ્દભવે છે અને લીવરમાં ફેલાય છે તેને યકૃતમાં મેટાસ્ટેસિસ કહેવામાં આવશે.

સ્વાદુપિંડનું કેન્સર, ફેફસાનું કેન્સર અને આંતરડાનું કેન્સર યકૃતમાં ફેલાઈ શકે છે. લીવર કેન્સરના કેટલાક જાેખમી પરિબળોમાં ક્રોનિક હેપેટાઇટિસ બી ચેપ, હેપેટાઇટિસ સી ચેપ, આલ્કોહોલનું વધુ પડતું સેવન, અફલાટોક્સિન એક્સપોઝર અને હેમોક્રોમેટોસિસ નામના વારસાગત સિન્ડ્રોમનો સમાવેશ થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.