Western Times News

Gujarati News

વાડજ જંકશન પર 136 કરોડના ખર્ચે ત્રિસ્તરીય ફલાયઓવર – અંડરપાસ તૈયાર થશે

Ahmedabad Mun. Corp. A three-tiered flyover-underpass will be constructed at Vadaj Junction

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા ર૦૧રમાં શહેરના જંકશનો પર ટ્રાફિક સર્વે કરાવવામાં આવ્યો હતો જેના આધારે શહેરના વિવિધ જંકશનો પર ફલાય ઓવર બનાવવામાં આવી રહયા છે. ટ્રાફિકની દ્રષ્ટિએ સૌથી વ્યસ્ત ગણાતા વાડજ જંકશન પર મનપા દ્વારા ત્રિસ્તરીય રોડ બનાવવામાં આવશે જે અમદાવાદમાં પ્રથમ રહેશે. ઔડા દ્વારા હાલ રીંગરોડ પર આ રીતે ત્રિસ્તરીય રોડ બનાવવામાં આવી રહયા છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા ર૦૧રમાં દિલ્હીની સેન્ટ્રલ રિસર્ચ ઈન્સ્ટીટયુટ પાસે ટ્રાફિક સર્વે કરાવવામાં આવ્યો હતો ત્યારબાદ અમદાવાદની આઈઆઈટીઆરએમ સંસ્થા પાસે ર૦૧૭માં વધુ એક વખત વિવિધ જંકશનો પરના ટ્રાફિક ભારણનો સર્વે કરાવવામાં આવ્યો હતો.

જેના રિપોર્ટ મુજબ શહેરનું વાડજ જંકશન સૌથી વ્યસ્ત છે વાડજ પર સવારે ૧૦ થી ૧૧ માં ૧૭,પ૦૦ અને સાંજે ૬ થી ૭ માં રપ૦૭૦ વાહનોની અવર જવર થાય છે જેને ધ્યાનમાં લઈ મ્યુનિ. કોર્પો.એ આ જંકશન પર હયાત રોડ ઉપર ફલાયઓવર તેમજ અંડરપાસ બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

જેના માટે રૂા.૧૩૬ કરોડનો અંદાજ મુકવામાં આવ્યો છે. સદર ત્રિસ્તરીય રોડ તૈયાર થયા બાદ આશ્રમ રોડ, રિવરફ્રંટ, દધીચીબ્રીજ, અખબારનગર, ન્યુ રાણીપ તેમજ ગાંધી આશ્રમ તરફની ટ્રાફિક સમસ્યા હલ થઈ જશે. આ અગાઉ મ્યુનિ. કોર્પો.એ નહેરૂનગર સર્કલ પર થ્રીલેયર બ્રીજ બનાવવા માટે જાહેરાત કરી હતી પરંતુ ફીઝીબીલીટી ન મળતા તે પ્લાન કેન્સલ કરવામાં આવ્યો હતો.

વાડજ જંકશન પર ફોર લેન ફ્લાયઓવર બ્રીજ અને ટુ લેન અન્ડરપાસ બનાવવાનું કામ

• સદર વાડજ જંકશન પર ઈન્કમટેક્ષ રોડથી રાણીપ બાજુ ૭૩પ.૦૦મી. લંબાઈનો ફલાયઓવર બ્રીજ બનાવવાનું પ્લાનીંગ હાથ ધરવામાં આવેલ છે. જેમાં આર.ટી.ઓ. તરફથી પ.પમી પહોળાઈની અને ૩૮પ.ર૧મી. લંબાઈની ચડતી વીંગ સદર ફલાયઓવરને મર્જ કરવાનું પ્લાનીંગ કરવામાં આવેલ છે.

• સદર જંકશન પર દધીચી બ્રીજનાં એપ્રોચ તરફથી અખબારનગર તરફ ૪૧૭.૯૭મી લંબાઈ અને ૯.પ૦ મી. જેમાં કેરેજ વે પહોળાઈ ૮.પ૦ મી.નાં ટુ લેન અન્ડરપાસનું આયોજન કરવામાં આવેલ છે.

• સદર ફલાયઓવર બ્રીજમાં ૧ઃ૩૦નો લોન્ગીટયુડીનલ ગ્રેડીએન્ટ રાખવામાં આવેલ છે તેમજ અન્ડર પાસનો ૧ઃરપનો લોન્ગીટયુડીનલ ગ્રેડીએન્ટ રાખવામાં આવેલ છે.

• સદર જંકશન પર ફલાયઓવર બ્રીજ અને અન્ડરપાસનો અંદાજી ખર્ચ આશરે રૂા.૧૦૬.પર કરોડનો થાય તેમ છે.

• સદર બ્રીજમાં વીહીકલની રાઈડીંગ કવોલીટીમાં સુધારો થાય તે હેતુથી ૩ (ત્રણ) સ્પાને ૧ (એક) ડેક કન્ટીન્યુટી એક્સપાન્શન જાેઈન્ટ મુકવાનું આયોજન કરેલ છે.

• સદર કામગીરીમાં અન્ડરસ્પેશ ડેવલોપમેન્ટમાં પાર્કીંગ અને ગ્રીન પેચનું આયોજન હાથ ધરવામાં આવશે.
• સદર કામગીરી થયા બાદ જંકશન પર ચેનલાઈઝેશન અને ટ્રાફીક આઈલેન્ડનું આયોજન કરવામાં આવેલ છે.

• સદર કામની સમય મર્યાદા ૩૦ માસની રાખવામાં આવેલ છે.
• સદર કામગીરી પુર્ણ થયા બાદ આશરે ૧,૭પ,૦૦૦થી વધુ જનતાને લાભ મળશે તેમજ સમય, ઈંધણ તથા પોલ્યુશનની સમસ્યાનો ઉકેલ આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.