Western Times News

Gujarati News

68-વર્ષીય અનિલ શર્માએ ની-રિપ્લેસમેન્ટ સર્જરી પછી માઉન્ટ એવરેસ્ટનું ચઢાણ કર્યું

Apollo Hospitals_68-year-old man climbs Mount Everest after knee-replacement surgery.

અમદાવાદ, 68-વર્ષીય એક પુરુષે એપોલો હોસ્પિટલ્સ, અમદાવાદમાં ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાવ્યાં પછી માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી ચઢાણ કર્યું હતું, જેના પગલે આ સર્જરી સાથે સંકળાયેલા કેટલાંક ભ્રમ તૂટી ગયા છે. Apollo Hospitals_68-year-old man climbs Mount Everest after knee-replacement surgery.

ઇન્દોર-સ્થિત અનિલ શર્મા હંમેશા પ્રવાસના શોખીન છે અને રમતગમત પ્રત્યે ઝુકાવ ધરાવતાં હતાં. પણ  57 વર્ષની વય પછી તેમને ઘૂંટણના સાંધાઓમાં ઓસ્ટિઓઆર્થ્રાઇટિસની શરૂઆત થઈ હતી અને તેમની હલનચલનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. શર્મા માટે 100થી 200 મીટર ચાલવું પણ પીડાદાયક બની ગયું હતું.

પછી તેમણે આ સમસ્યાનું સમાધાન કરવાનો નિર્ણય કર્યો હતો તથા ચંદ્રા ની ક્લિનિક્સના ડિરેક્ટર અને હેડ અને અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના ની ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર અને હેડ ડૉ. કે સી મહેતાનો સંપર્ક કર્યો હતો.

Dr KC Mehta

ડૉ. મહેતાએ ડાયાથર્મીનો ઉપયોગ કર્યા વિના લઘુતમ ચીરફાડ અને પેશીને ઓછામાં ઓછા નુકસાન કરતી વિશેષ ટેકનિક સાથે ની રિપ્લેસમેન્ટ સર્જરી કરી હતી. આ ટેકનિકલને કારણે શર્મા સર્જરી પછી ઝડપથી સાજાં થઈ ગયા હતા.

તેઓ તેમના સર્જરીના દિવસે જ ચાલ્યાં હતાં, રિકવરીના એક મહિના પછી કામ પર ગયા હતા અને ફક્ત ત્રણ મહિના પછી એકલા ચંદીગઢ-કિન્નૌર ઘાટીમાં ટ્રેક પર ગયા હતા. વર્ષ 2015માં શર્મા 10 કિલોગ્રામની બેગ સાથે એકલા માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી ચઢી ગયા હતા અને સીમાચિહ્નરૂપ સફળતા મેળવી હતી.

ડૉ. મહેતાએ તેમની વિશેષ ટેકનિક સાથે હજારો ની રિપ્લેસમેન્ટ સર્જરી કરી છે તથા આંતરરાષ્ટ્રીય ધારાધોરણોને સમકક્ષ કે એનાથી વધારે સારું પરિણામ મળ્યું છે. તેમણે કહ્યું હતું કે, “ની રિપ્લેસમેન્ટ માટે આવતા દર્દીઓનો સૌથી સામાન્ય પ્રશ્ર એ હોય છે કે, તેઓ ની રિપ્લેસમેન્ટ પછી સીડી ચઢી શકશે કે નહીં.

એનો જવાબ આપતાં હું કહું છું કે, જો સર્જરી અગાઉ 100થી 200 મીટર ચાલવામાં મુશ્કેલી અનુભવતા અનિલ શર્મા સર્જરી પછી પર્વતો ચઢી શકે છે, તો તમે ઘરે સીડી ચોક્કસ ચઢી શકો છો.”

અત્યારે નિવૃત્ત બેંક કર્મચારી અનિલ શર્મા ની રિપ્લેસમેન્ટ સર્જરી પછી દર વર્ષે એક નવું સાહસિક ટ્રેકિંગ અભિયાન હાથ ધરે છે. તેમાં વર્ષ 2013માં કિન્નૌર-સ્પિતિ-લાહૌલ વેલી, વર્ષ 2014માં તુંગનાથ-રુદ્રનાથ-મધ્યમહેશ્વર, વર્ષ 2015માં એવેરેસ્ટ બેઝ કેમ્પ, વર્ષ 2016માં અન્નપૂર્ણા દેવી બેઝ કેમ્પ, વર્ષ 2017માં રુપકુંડ, વર્ષ 2018ના નેપાળમાં લાંગતાંગ વેલી ગ્લેશિયર અને વર્ષ 2021માં દેહરાદૂન-મસૂરી સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.