Western Times News

Gujarati News

ત્રણ રીઢા ગુનેગારની ધરપકડ કરી ૧૭ ગુનાનો ભેદ ઉકેલતી મહેમદાવાદ પોલીસ

ત્રણ રીઢા ગુનેગારની ધરપકડ કરી ૧૭ ગુનાનો ભેદ ઉકેલતી મહેમદાવાદ પોલીસ

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.એન.સોલંકી કપડવંજ નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓ કરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી

જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.સીસારા નાઓના માર્ગદર્શન અને સુચના હેઠળ સર્વેલન્સ સ્કોડના અ.હેડ.કો. જયવીરસિંહ ,વિનોદકુમાર, અલ્પેશકુમાર , હેમંતકુમાર , મુકેશભાઇ, મયુરસિંહ નાઓ મિલકત સંબધી ગુનાઓ બનતા અટકાવવા પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન બાતમી હકીકત મળેલ કે ત્રણ ઇસમો એક સી.એન.જી રીક્ષા નંબર ય્ત્ન – ૨૩ – ઠ – ૨૦૧૦ મા ચોરીના મોબાઇલો વેચવા માટે મહેમદાવાદ ભમ્મરીયા કુવા તરફ થી ખાત્રજ ચોકડી તરફ જનાર છે.જેઓને સાઈબાબા મંદિર પાસે રોકી વારા – ફરતી તેઓના નામ – ઠામ પુછતા

( ૧ ) રાજુભાઇ ઉર્ફે વિનોદ પુનમભાઇ મારવાડી રહે.મહેમદાવાદ કાચ્છઇ ફાટક પાસે ખાડામા છાપરા વિસ્તાર તા.મહેમદાવાદ જી.ખેડા ( ૨ ) વિમલેશભાઇ ઉર્ફે ગોલુ પ્રેમકુમાર ઠાકોર રહે.મહેમદાવાદ જી.ઇ.બી પાસે રેલ્વે સ્ટેશન પાછળ તા.મહેમદાવાદ જી.ખેડા

( ૩ ) કમલેશભાઇ ઉર્ફે ટીંકુ પ્રેમકુમાર ઠાકોર રહે.મહેમદાવાદ જી.ઇ.બી પાસે રેલ્વે સ્ટેશન પાછળ તા.મહેમદાવાદ જી.ખેડા નાઓ પાસેથી અલગ – અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ -૧૪ કિ.રૂ?.૫૧,૫૦૦ = ૦૦ તથા એક સી.એન.જી રિક્ષા કિ.રૂા .૪૫,૦૦૦ = ૦૦ તથા અલગ – અલગ કંપનીની નાની – મોટી બેટરી નંગ -૩ કિ.રૂા .૧૦,૦૦૦ = ૦૦ તથા સોલાર પેનલ કિ.રૂ .૨૫૦૦ = ૦૦ તથા

રીક્ષાના સ્પેરવ્હીલ નંગ -૨ કિ.રૂા .૧૦૦૦ = ૦૦ તથા બે રેન્જર સાઇકલો કિ.રૂા .૫૦૦૦ = ૦૦ મળી કુલ્લે રૂપિયા ૧,૧૫,૦૦૦ = ૦૦ નો મુદ્દામાલ સી.આર.પી.સી. ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરી ત્રણેયની ધરપકડ કરવામાં આવેલ અને ત્રણેય આરોપીની પુછ – પરછ કરતા નીચે મુજબના ગુનાની કબુલાત કરે છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.