Western Times News

Gujarati News

ગોધરા ખાતે યુવાઓને નિમણૂક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરારપત્રોના વિતરણનો કાર્યક્રમ યોજાયો

વર્ષ ૨૦૨૨-૨૩માં જિલ્લા રોજગાર કચેરી ગોધરા દ્વારા ૩૬ રોજગારમેળા યોજાયા,૧૬૭૯ ઉમેદવારોને રોજગારીની તકો થઈ પ્રાપ્ત

ગોધરા,  ગુજરાત સરકાર દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રની જરૂરિયાત મુજબ કૌશલક્ષી માનવબળની ઉપલબ્ધિ માટે ઉદ્યોગ અનુરૂપ જગ્યાઓની પૂરતી માટે ઔદ્યોગિક ભરતીમેળાનો અભિગમ અમલમાં છે.

આજે સમગ્ર રાજ્યના યુવાઓને નિમણૂંક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરારપત્રોના વિતરણના કાર્યક્રમ યોજાયા હતા. તે અંતર્ગત પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત બી.આર.જી.એફ હોલ ખાતે ધારાસભ્ય સી.કે.રાઉલજીના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોના સ્વાગત થકી કરાઈ હતી.

આ અવસરે ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે જીવનમાં કોઈ જ નોકરી નાની નથી હોતી, જીવનમાં હંમેશા શરૂઆત નાના થકી જ થતી હોય છે, એટલે કોઈ પણ નોકરી નિઃસંકોચ સ્વીકારવી જાેઈએ.આજના યુવાનોને કારકિર્દીને લઈને ક્યારેય હિંમત ન હારવી જાેઈએ. હું પણ મારા જીવનમાં રજિસ્ટ્રારની નોકરી કરી ચૂક્યો છું,

મારી રાજકીય કારકિર્દીની શરૂઆત પણ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે થઈ હતી, અને હું કેબિનેટમંત્રી રહી ચૂક્યો છું.વિદ્યાર્થીઓનું મનોબળ મક્કમ હોવું જાેઈએ, આ તબક્કે તેમણે નિમણુક પામેલ તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતાં.

જિલ્લા રોજગાર કચેરી ગોધરા દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૩૬ ઓનલાઇન અને ઓફલાઈન ઔદ્યોગિક રોજગાર ભરતી મેળા યોજવામાં આવ્યા હતા જેમાં જિલ્લામાં કુલ ૧૬૭૯ ઉમેદવારોને રોજગારીની તકો પ્રાપ્ત થઈ છે. છેલ્લા એક વર્ષમાં ૩૩ ઓનલાઈન વેબિનાર દ્વારા ૨૮૦૩ યુવાનોને રોજગારલક્ષી વ્યવસાયિક માર્ગદર્શન આપવામાં આવેલ છે. જ્યારે ૨૧ સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાઈ છે.

આ પ્રસંગે અધિક જિલ્લા કલેકટર એમ.ડી ચુડાસમા,જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભાભોર, જિલ્લા રોજગાર અધિકારી વી.કે.ડામોર, પ્રાંત અધિકારી સહિત મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.