Western Times News

Gujarati News

વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસઃ ટી-૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો

ગુવાહાટી, ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્‌સમેન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટી ૨૦ મેચ દરમિયાન ઈતિહાસ રચ્યો છે. વિરાટ કોહલીએ એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. વિરાટ કોહલી આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બેટ્‌સમેન બની ગયો છે. વિરાટ કોહલી પહેલા કોઈ ભારતીય બેટ્‌સમેન આ કારનામું કરી શક્યો નથી.

વિરાટ કોહલી ટી ૨૦ ક્રિકેટમાં ૧૧,૦૦૦ પુરા કરનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો ચોથો બેટ્‌સમેન બની ગયો છે. વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટી ૨૦ મેચમાં ૧૯મો રન બનાવતાની સાથે જ આ મહાન રેકોર્ડ બનાવી લીધો હતો.

વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની બીજી ટી ૨૦ મેચમાં ૨૮ બોલમાં ૪૯ રન બનાવ્યા હતા. વિરાટ કોહલીના હવે ટી ૨૦ ક્રિકેટમાં ૧૧,૦૩૦ રન છે. વિરાટ કોહલી પહેલા આજ સુધી કોઈ ભારતીય બેટ્‌સમેન આ મહાન રેકોર્ડ બનાવી શક્યો નથી.
વિરાટ કોહલીએ અત્યાર સુધી ૩૫૪ ્‌૨૦ મેચમાં ૧૧૦૩૦ રન બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે ટી૨૦ ક્રિકેટમાં અત્યાર સુધી માત્ર ક્રિસ ગેલ, કિરોન પોલાર્ડ, શોએબ મલિક અને વિરાટ કોહલીએ જ ૧૧૦૦૦ કે તેથી વધુ રન બનાવવા માટે કમાલ કરી છે.

ટી-૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
૧. ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ) – ૪૬૩ મેચમાં ૧૪૫૬૨ રન
૨. કિરોન પોલાર્ડ (વેસ્ટ ઈન્ડિઝ) – ૬૧૪ મેચમાં ૧૧૯૧૫ રન
૩. શોએબ મલિક (પાકિસ્તાન) – ૪૮૧ મેચમાં ૧૧૯૦૨ રન
૪. વિરાટ કોહલી (ભારત) – ૩૫૪ મેચમાં ૧૧૦૩૦ રન
૫. ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા) – ૩૨૮ મેચમાં ૧૦૮૭૦ રન

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદીઓની વાત કરીએ તો વિરાટ કોહલીના નામે હવે ૭૧ સદી છે અને આ મામલામાં તેણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગની બરાબરી કરી લીધી છે. રિકી પોન્ટિંગે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૭૧ સદી ફટકારી છે. આ યાદીમાં સચિન તેંડુલકર ટોપ પર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ ૧૦૦ સદીનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી
૧. સચિન તેંડુલકર (ભારત) – ૧૦૦ સદી
૨. વિરાટ કોહલી (ભારત) – ૭૧ સદી / રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) – ૭૧ સદી
૩. કુમાર સંગાકારા (શ્રીલંકા) – ૬૩ સદી
૪. જેક કાલિસ (દક્ષિણ આફ્રિકા) – ૬૨ સદી
૫. હાશિમ અમલા (દક્ષિણ આફ્રિકા) – ૫૫ સદી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.