Western Times News

Gujarati News

રશિયા-યુક્રેન યુદ્ધમાં ૬૦૦૦૦ રશિયન સૈનિકોના મોત

કિવ, રશિયા-યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધીમાં ૬૦,૦૦૦થી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે, જ્યારે ૨,૩૦૦થી વધુ ટેન્ક નાશ પામી છે. જેમાંથી માત્ર ૨૪ કલાકમાં ૫૦૦ રશિયન સૈનિકોએ જીવ ગુમાવ્યા. આ આંકડા યુક્રેનિયન સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, જેની સત્યતાની પુષ્ટિ થઈ નથી. દરમિયાન, એક દિવસ પહેલા, યુક્રેનની સેનાએ ડોનબાસમાં લીમેન શહેરને રશિયન કબજામાંથી મુક્ત કરાવ્યું છે.

જાેકે, રશિયાનો દાવો છે કે તેણે જાણી જાેઈને તેના સૈનિકોને પાછળ બોલાવ્યા છે. લીમેન પૂર્વ યુક્રેનમાં રશિયન લશ્કરી કાર્યવાહીનો ગઢ હતો. આ શહેરમાંથી યુક્રેનમાં તૈનાત રશિયન સૈનિકોને શસ્ત્રો, દારૂગોળો અને લોજિસ્ટિક્સ સપ્લાય કરવામાં આવતા હતા.

યુક્રેન દ્વારા લીમેનના કબજેથી રશિયાના કબજા હેઠળના ડોનબાસને પણ ખતરો છે. યુક્રેનની સશસ્ત્ર દળો અનુસાર યુદ્ધમાં માર્યા ગયેલા ૬૦૧૧૦ રશિયન સૈનિકોમાંથી ૫૦૦ છેલ્લા ૨૪ કલાકમાં મૃત્યુ પામ્યા છે. તેમાંથી મોટાભાગના ક્રેમેટોર્સ્ક અને બખ્મુતના પ્રદેશોમાં મૃત્યુ પામ્યા હતા.

યુક્રેનિયન સૈન્યનો દાવો છે કે અત્યાર સુધીમાં ૨,૩૭૭ રશિયન ટેન્કોનો નાશ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે યુદ્ધ દરમિયાન ઘણા રશિયન ફાઈટર પ્લેન, સેંકડો હેલિકોપ્ટર, મિસાઈલ સિસ્ટમ, હજારો બખ્તરબંધ વાહનો પણ નષ્ટ થઈ ગયા છે.

યુક્રેનિયન સૈન્યએ કહ્યું કે રશિયન સૈનિકોને તેમની જમીન પરથી પાછળ ધકેલવામાં આવી રહ્યા છે અને તેમના નિયંત્રણ હેઠળનો સમગ્ર વિસ્તાર ટૂંક સમયમાં ખાલી કરવામાં આવશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ આજે જાહેરાત કરી હતી કે યુક્રેનના પૂર્વમાં લીમેન શહેરને ફરીથી કબજે કરવામાં આવ્યું છે.

તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે લીમેનને સંપૂર્ણ રીતે રશિયાથી મુક્ત કરાયું છે. અમારી સેનાનો આભાર!’ ઝેલેન્સકીએ તેમના રાત્રિના સંબોધનમાં કહ્યું હતું કે યુક્રેનિયન ધ્વજ પહેલેથી જ લીમેનમાં છે. છેલ્લા અઠવાડિયામાં ડોનબાસમાં વધુ યુક્રેનિયન ધ્વજ દેખાઈ રહ્યા છે.

દરમિયાન, રશિયાની બંધારણીય અદાલતે આજે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના હસ્તાક્ષરને યુક્રેનના ચાર પ્રદેશોને જાેડતી માન્ય સંધિ તરીકે માન્યતા આપી હતી.

કોર્ટે રશિયન ફેડરેશનના બંધારણને અનુરૂપ યુક્રેનના ડોનેટ્‌સક, ખેરસન, લુગાન્સ્ક અને ઝાપોરિઝિયાને રશિયાના ભાગ તરીકે માન્યતા આપવાનો ર્નિણય કર્યો. જાે કે, મધ્ય અને પૂર્વ યુરોપના નવ નાટો દેશોના પ્રમુખોએ આજે જાહેરાત કરી હતી કે તેઓ યુક્રેનના પ્રદેશોના રશિયા સાથે જાેડાણને ક્યારેય માન્યતા આપશે નહીં.

આજે પણ રશિયાએ યુક્રેનના રાષ્ટ્રપતિના હોમ ટાઉન ક્રિવી રિહ પર આત્મઘાતી ડ્રોન હુમલો કર્યો હતો. રશિયન સેનાએ આજે સવારે એક શાળા પર હુમલો કર્યો અને તેના બે માળ તોડી નાખ્યા. યુક્રેનના ગવર્નર વેલેન્ટિન રેઝનીચેન્કોએ જણાવ્યું હતું કે ડ્રોન હુમલાને કારણે લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. તાજેતરના અઠવાડિયાઓમાં રશિયાએ યુક્રેનમાં લક્ષ્યાંકો પર હુમલો કરવા માટે ઈરાની બનાવટના આત્મઘાતી ડ્રોનનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.