Western Times News

Gujarati News

બારીયા વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ) દે.બારીયા, વન વિભાગ દ્વારા દર વર્ષે બીજી ઓક્ટોમ્બર થી આઠમી ઓક્ટોમ્બર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે બારીયા વન વિભાગ દ્વારા સાગટાળા રેજમાં શ્રી આર.એમ પરમાર આઇએફએસ નાયબ વન સંરક્ષક દે.બારીયા તથા શ્રી પ્રશાંત તોમર IFS મદદનીશ વન સંરક્ષક દે.બારીયાની સૂચના તથા માર્ગદર્શન પ.વ.અ. સાગટાળા તથા બારા રાઉન્ડનો સ્ટાફ સાથે રહીને છા.સાદડીયાની સહભાગી વન વૃક્ષ ઉછેર મંડળીના પ્રમુખશ્રી તથા કમિટીના સભ્યો તથા છા.સદડીયા તથા દેવીરામપુરા ગામના સરપંચશ્રી ઓ તથા તાલુકા સદસ્ય તથા ગ્રામજનો સાથે રહીને આજરોજ વન્ય પ્રાણી સપ્તાહ નીમીતે જેવા કે વન્યપ્રાણી દીપડો,રીછ, ઝરખ તથા અન્ય વિગેરે પ્રાણીઓ દ્વારાઓચિંતો હુમલો કરીને માનવ ઈજા પોહચડે તો તાત્કાલિક વન વિભાગના કમૅચારીને જાણ કરવી તથા અન્ય કોઈના અણબનાવના બને તો વન વિભાગ નું ધ્યાન દોરવું તથા ઘરે રાત્રીના સમયે અજવાળું રાખવું અને ઘરે રાત્રીના સમયે એકલાના નીકળવું તે વિષે માહિતી આપી સરીસૃપ જેવાકે કોબ્રા, ક્રેટ,સો સ્કેલ વાઈપર અજગર,ધામણ,જેવા વિગેરે ઝેરી બિનઝેરી સાપ વિશે ગ્રામજેનો ને ઘરની આજુબાજુ સાફસફાઇ રાખવાનું માર્ગદર્શન આપ્યું હતું તથા અજગર જેવા બિનઝેરી તથા ઝેરી સાપો જાેવા મળે તો વન વિભાગને જાણ કરવી તે વિશે માર્ગદર્શન આપ્યુંં હતું સહભાગી વન વ્યવસ્થા મંડળીના સભ્યો ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.