Western Times News

Gujarati News

મુંબઈમાં ટેક્સી અને રીક્ષા ભાડામાં પહેલી ઓકટોબરથી ભાવ વધ્યા

પ્રતિકાત્મક

મુંબઈમાં ટેક્સી અને રીક્ષાની મુસાફરી આગામી તા. પહેલી ઓક્ટોબરથી મોંઘી બની છે. રીક્ષાનું મિનિમમ ભાડું બે રુપિયા વધારી ૨૧થી ૨૩ કરાયું છે જ્યારે ટેક્સીનું મિનિમમ ભાડું ત્રણ રુપિયા વધારી પચ્ચીસથી ૨૮ કરાયું છે.

સી.એન.જી ગેસના દરમાં  વધારો થવાના  પગલે રિક્ષા  અને  ટેક્સી ભાડામાં  વધારો કરવાની  રિક્ષા અને ટેક્સી ડ્રાઈવર યુનિયનની  માંગણીને રાજ્ય સરકારે  માન્ય કરતાં આ ભાડા વધારો અમલી થશે. ભાડામાં વધારો કરવા માટે આજે મંત્રાલયમાં યોજાયેલી  યુનિયન  સાથેની બેઠકમાં સરકારે  ભાડામાં વધારો  કરવાની લીલીઝંડી  આપી હતી.

તાજેતરમાં સી.એન.જી.  દરમાં તબક્કાવાર  ૪૯ રૃપિયાથી  વધીને  ૮૦ રૃપિયા સુધી  વધારો થયો  છે. આથી  રિક્ષા અને ટેક્સી ડ્રાઈવર યુનિયને  ભાડામાં વધારો કરવાની  જોરદાર  માગણી કરી હતી.  આ પૂર્વે માર્ચ  ૨૦૨૧ના  રોજ રિક્ષા-ટેક્સીના ભાડામાં   વધારો કરાયો હતો.

સી.એન.જી.ના દરમાં  ધરખમ વધારો થતાં અનેક દિવસથી  રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરે  ભાડામાં  વધારાની માગણી  કરતા હતા.  સોમવારથી  તેઓએ બેમુદત હડતાળ પર ઉતરવાની ચીમકી  સુદ્ધાં  આપી હતી. આથી  આજે પ્રધાન ઉદય સામંત સમક્ષ રિક્ષા અને ટેક્સી   ડ્રાઈવર  યુનિયનની  બેઠક યોજાઈ  હતી.

આ બેઠકમાં  ભાડામાં વદારો  સાથોસાથ  યુનિયને ૧૮ માગણી  પર ચર્ચા કરી  હતી. તે  પૈકી ૧૬  માગણીઓ   પર સરકાર  સકારાત્મક  હોવાનું ઉદય સામંતે  બેઠકમાં કહ્યું   હતું. આ બેઠકમાં  યુનિયને  હડતાળ પાછી ખેંચવાની  તૈયારી બતાવી  છે.  રિક્ષા-ટેક્સી  ડ્રાઈવર માટે કલ્યાણકારી  મંડળની  સ્થાપના કરાશે.  આ માટે સરકાર  દ્વારા ૧૦૦ દિવસની મુદ્દત આપવામાં આવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.