પ્રથમ વખત ISL લીગ સ્ટેજ લગભગ પાંચ મહિના સુધી ચાલશે: 117 મેચો 10 સ્થળોએ રમાશે
“ISLની આ સિઝન અમારા ફૂટબોલ સ્વપ્ન તરફનું અન્ય એક મહત્વપૂર્ણ પગલું છે”: નીતા અંબાણી
મુંબઈ, વર્ષ 2022-23માં હીરો ઈન્ડિયન સુપર લીગ (ISL)ની શરૂઆત 7મી ઑક્ટોબર 2022ના રોજ કોચીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે છેલ્લી સીઝનના રનર્સ-અપ કેરળ બ્લાસ્ટર્સની યજમાની હેઠળ ઈસ્ટ બંગાળ FC સાથેની મેચથી થશે. વર્ષ 2022-23ની સિઝન ખાસ રહેશે કારણ કે બે સિઝનના અંતરાલ પછી સ્ટેડિયમમાં ચાહકોનું સ્વાગત કરવામાં આવશે. ટીમોને બે વર્ષ બાદ ફરીથી તેમના ’12મા ખેલાડી’ એટલે કે દર્શકોનો ટેકો મળશે.
ફૂટબોલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ લિમિટેડ (FSDL)ના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ જણાવ્યું હતું કે હીરો ઈન્ડિયન સુપર લીગની આગામી સિઝન લીગ અને ભારતીય ફૂટબોલ માટે મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની રહેશે.
“ભારતની ફૂટબોલ યાત્રા સુંદર રમતની ભાવનાનો પુરાવો છે! સ્ટેડિયમોમાં પાછા આવેલા ચાહકો અને વધારે લાંબા ફૂટબોલ કેલેન્ડર સાથે આગામી ISL સિઝન માટે ભારે ઉત્તેજના અને અપેક્ષાઓ છે. ચાહકો ફૂટબોલનું હૃદય અને આત્મા છે અને તેઓને સ્ટેન્ડ પોતાની ટીમને ફરીથી પ્રોત્સાહિત કરતા જોઇને અમે આનંદ અનુભવીએ છીએ!
છેલ્લા કેટલાક વર્ષોમાં મહામારીના પડકારો હોવા છતાં ISLએ યુવા પ્રતિભાઓને નક્કર પ્લેટફોર્મ અને ચાહકોને ડિજિટલ જોડાણ પૂરું પાડ્યું છે. મને ખાતરી છે કે આ વર્ષે ઘણા વધુ ડોમેસ્ટિક ખેલાડીઓ અને ઉચ્ચ-ગુણવત્તાવાળા ફૂટબોલનો ઉદભવ જોવા મળશે!”, તેમ શ્રીમતી અંબાણીએ ઉમેર્યું હતું.
આ સિઝનમાં હીરો ISL ચાહકોને લાઇવ મેચોની સરળ ઍક્સેસ પણ પૂરી પાડશે કારણ કે ટૂર્નામેન્ટ ત્રીજા મેચ વીકથી વિકેન્ડ કેન્દ્રિત રહેશે. આ સીઝનમાં એક નવા પ્લેઓફ ફોર્મેટનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ટોચની છ ટીમો સામેલ થશે.
હાઈ-ઓક્ટેન ફૂટબોલ એક્શનની 117 મેચો દર્શાવતી હીરો ISL દેશભરના દસ સ્થળોએ તેના ચાહકોનું મનોરંજન કરવા માટે પરત ફરે છે. પ્રથમ વખત ISL લીગ સ્ટેજ લગભગ પાંચ મહિના સુધી ચાલશે, જેમાં પ્લેઓફ, સેમી ફાઈનલ અને ફાઈનલનો સમાવેશ થતો નથી. દરેક ક્લબ 20 લીગ મેચો રમશે જેમાં 10 મેચ ઘરઆંગણે રમાશે અને બાકીની અન્ય સ્થળે, પાનખરથી લઈને આગામી વસંત સુધી મેચો રમાશે અને લીગ સ્ટેજ 26મી ફેબ્રુઆરીએ સમાપ્ત થશે.
2022-23 હીરો ISL સિઝનની મુખ્ય તારીખો એક નજરમાં:
ઓપનિંગ મેચ: 7મી ઑક્ટોબર 2022, છેલ્લું લીગ સ્ટેજ મેચવીક: ફેબ્રુઆરી 23-26મી, 2023
પ્લેઓફ, સેમિફાઈનલ અને ફાઈનલ: માર્ચ 2023