Western Times News

Gujarati News

દસ્તાવેજ ખોવાઈ જતા ICICI બેંકને ૫૫ હજારનો દંડ થયો

અમદાવાદ, ગ્રાહક સુરક્ષા અને તકરાર નિવારણ આયોગમાં અરજી કર્યા બાદ વધુ એક અરજદારને ન્યાય મળ્યો છે. પોતાની રજૂઆત યોગ્ય હોવાથી આયોગ દ્વારા ICICI બેંકને રૂપિયા ૫૫,૦૦૦નું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. દંપતીએ પોતાના ઘરના અસલી કાગળિયા ગુમ થઈ જવાની બાબતે આયોગ સમક્ષ રજૂઆત કરી હતી, બેંકની બેદરકારીના કારણે આ કાગળિયા ગુમ થઈ ગયા હતા.

પરંતુ દંપતીને લાંબા સમય સુધી તે અંગે જાણ કરવામાં આવી નહોતી. જે પછી તેમણે ગ્રાહક સુરક્ષા આયોગમાં રજૂઆત કરીને આ બાબતે ન્યાય મેળવ્યો છે.

તેમણે પોતાના ઘરના કાગળિયા બેંક સમક્ષ રજૂ કરીને લોન મેળવી હતી. જાેકે, તે પછી તેમણે વ્યાજે લીધેલા રૂપિયા ચૂકવ્યા પછી પોતાના કાગળિયા પરત માગ્યા ત્યારે બેંક દ્વારા તે કાગળિયા ગુમ થઈ ગયા હોવાનું મોડું-મોડું જણાવવામાં આવ્યું હતું.

આ કેસની વિગતો એવી છે કે હિમાંશીબેન અને ચૈતન્ય સોનીનું જાેધપુર વિસ્તારમાં ઉમિયાવિજય સોસાયટીમાં ઘર છે. ફેબ્રુઆરી ૨૦૦૫માં તેમણે બેંકમાંથી વ્યાજે રૂપિયા લીધા હતા, જે દરમિયાન તેમણે ઘરના અસલ કાગળિયા અને સોસાયટીના શેર સર્ટિફિકેટ્‌સ બેંકમાં જમા કરાવ્યા હતા.

જ્યારે તેમણે ICICIબેંકમાંથી લીધેલા રૂપિયા નવેમ્બર ૨૦૧૧માં ભરી દીધા પછી પોતાના મકાનના કાગળિયા તથા શેર સર્ટિફિકેટ્‌સ પરત મેળવવા માટે બેંકને જાણ કરી હતી. જાેકે, તેમને બેંક દ્વારા તેમના કાગળો પરત આપવામાં આવ્યા નહોતા. આ પછી વર્ષ ૨૦૧૪માં તેમને જાણ કરવામાં આવી હતી કે તેમના કાગળિયા એપ્રિલ ૨૦૦૫માં બેંકની વકીલાત ઓફિસમાંથી ચોરાઈ ગયા હતા.

બેંક આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. હિમાંશીબેન અને ચૈતન્ય સોનીએ આ મામલે અમદાવાદ (શહેર)ના ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં બેંક દ્વારા તેમના મહત્વના કાગળિયા ગુમ થઈ ગયાની જાણ કરી નહીં અને તેમને અંધારામાં રાખ્યાની ફરિયાદ કરી હતી.

આયોગે જણાવ્યું કે બેંક પાસેથી રૂપિયા વ્યાજે લેવા માટે દંપતીએ તમામ જરુરી દસ્તાવેજ જમા કરાવ્યા હતા અને તેને સાચવવાની જવાબદારી બેંકની હતી.

બેંક દ્વારા દાખવવામાં આવેલી બેદરકારી બદલ બેંકે દંપતીને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય આપવા આદેશ કર્યા છે. ૧૧ વર્ષ સુધી બેંક દ્વારા મકાનના કાગળિયા આપવામાં આવ્યા નહીં અને માલિકને અંધારામાં રાખવામાં આવ્યા હતા, જેના કારણે આયોગે બેંકને તેને ૮ દિવસમાં પરત આપવા માટે જણાવવામાં આવ્યું હતું.

આ સિવાય તેમના દસ્તાવેજ એક મહિનાની અંદર સેલ-ડીડ બનાવવા તથા તેની નોંધણી કરાવીને ફરિયાદીને નકલ આપવા માટે જણાવ્યું છે. બેંક દ્વારા મિલકતના દસ્તાવેજની સ્થિતિને સમજાવતું પ્રમાણપત્ર આપવું પડશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.