Western Times News

Gujarati News

પ્રતિભાશાળી કર્મશીલોની ન્યાયધર્મ ઉજાગર કરતી સંસ્થાને લઈને ન્યાયતંત્ર અડીખમ છે?!

સુપ્રીમકોર્ટની કે હાઇકોર્ટની કોલેજીયમે શ્રેષ્ઠમાંથી અતિ શ્રેષ્ઠની પસંદગી કરતી પ્રતિભાશાળી કર્મશીલોની ન્યાયધર્મ ઉજાગર કરતી સંસ્થાને લઈને આજે ન્યાયતંત્ર અડીખમ છે?!

સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ યુ.યુ.લલિતે બોલાવેલી કોલેજીયમની બેઠકમાં સંજાેગો વસાત ઉપસ્થિત ન રહી શકનારા જસ્ટીસ ધનંજયભાઈ ચંદ્રચુડ, જસ્ટીસ એસ. અબ્દુલ નાઝીરે સર્ક્‌યુલર ધરાવતો વિરોધ કરતા પસંદગીની પ્રક્રિયા ખોરવાઈ?!

તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે ડાબી બાજુ ની તસ્વીર સુપ્રીમકોર્ટ ના જસ્ટીસ યુ.યુ.લલિતની ની છે જ્યારે જમણી બાજુથી પ્રથમ તસવીર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડની છે અને ત્યાર પછીની તસવીર સુપ્રીમકોર્ટના જસ્ટિસ એસ અબ્દુલનાજીરની છે આ બંને જજાે એ ન્યાયાધીશોની

ખાલી જગ્યા ભરવા માટે બોલાવેલી કોલેજીયમમાં સંજાેગો વસાત ઉપસ્થિત રહી શક્યા ન હતા તેમને સુપ્રીમકોર્ટ તરફથી પત્ર લખીને તેમનો મત જાળવવા માંગ્યો હતો જેને જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડ અને જસ્ટીસ અબ્દુલ નાઝીરે આ સૂચનને નકારી કાઢ્યું અને કોલેજયમની બેઠકમાં વિચારવિમર્સ કર્યો બાદ ર્નિણય કરવા જણાવ્યું છે

સુપ્રીમકોર્ટમાં કદાચ આવી પ્રથમ ઘટના બની છે જેમાં સીનીયર ન્યાયાધીશોએ ચર્ચા વિચારણા વગર પોતાનું મંતવ્ય આપવાનો ઇન્કાર કર્યો હોય! કેટલાક કાયદા વિદોનું માનવું છે કે જ્યારે કોઈપણ ન્યાયાધીશ ની અદાલતમાં નિયુક્તિ કરવા કોઈપણ ન્યાયાધીશ ની ભલામણ આવે તો

જે તે ન્યાયાધીશ ની નિયુક્તિ પૂર્વે પારદર્શક વિચાર વિમર્સ થવો જાેઈએ અને કોલેજીયમે નક્કી કરેલા સિદ્ધાંતો મુજબની કાર્યવાહી કરવી જાેઈએ જેથી સનિષ્ઠ, નીડર અને કર્મશીલ ન્યાયાધીશોની નિયુક્તિ થાય. (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

શોધ કરવાની ક્ષમતાથી કોઈને પરમેશ્વરે વિભૂષિત કર્યા હોય છે- ચાર્લ્સ બાબેજ

થોમસ એડિસન નામના વિચારકે કહ્યું છે કે “વિચક્ષણ વ્યક્તિ એવો પ્રતિભાશાળી વ્યક્તિ છે જેને તેનો બધું જ હોમવર્ક કરી લીધું છે”!! ચાર્લ્સ બાબેજ નામના બ્રિટિશ વૈજ્ઞાનિકે કહ્યું છે કે “શોધ કરવાની ક્ષમતાથી ઈશ્વરે કોઈને જ વિભૂષિત કર્યા હોય છે, પરંતુ સિદ્ધાંતો કેવી રીતે પ્રયોજવા એ આવડત ઘણામાં હોય છે”!!

ભારતની સુપ્રીમકોર્ટ અને દેશની હાઇકોર્ટમાં જજાેની પસંદગીમાં સિનિયર પાંચ જજાેની બનેલી કોલેજીયમની ભૂમિકા મહત્વની છે આ કોલેજીયમમાં સમાવિષ્ટ સિનિયર ન્યાયાધીશો જે તે ન્યાયાધીશોને નિયુક્તિ કરવાની હોય તેનો રેકર્ડ તપાસે છે આ અંગે વિચાર વિમર્સ કરે છે

અને પછી રાષ્ટ્રપતિ કે રાજ્યપાલને ભલામણ કરે છે ત્યારબાદ ન્યાયાધીશોની પસંદગી થાય છે આ પ્રક્રિયાથી સરકાર નારાજ છે કારણ કે તેમાં સરકાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરી હસ્તક્ષેપ કરી શકતી નથી!! પરંતુ તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ યુ.યુ.લલિતે કોલેજીયમ ની બેઠક પુનઃ બોલાવ્યા વગર સર્ક્‌યુલર ઠરાવ કરતાં કોલેજીયમના કેટલાક ન્યાયાધીશો નારાજ થયા હોવાનું જાણવા મળેલ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.