Western Times News

Gujarati News

સરકારે રાજ્યમાં નવી ૧,૧૮૯ બસો ખરીદવા માટે મંજૂરી આપી

ગાંધીનગર, પ્રદૂષણ અને પ્રેટ્રોલ-ડીઝલના વપરાશમાં ઘટાડો કરવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓના આધારે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આવામાં સરકાર દ્વારા રાજ્યમાં દોડતી બસોને મોટા પ્રમાણમાં ઈલેક્ટ્રિક અને CNGય્માં પરિવર્તિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેમાં હાલ નવી દોઢ હજારથી વધુ ઈલેક્ટ્રિક અને CNGબસ ખરીદવા માટેની મંજૂરી આપવામાં આવી છે.

જેના માટે કરોડોનો ખર્ચ કરવામાં આવશે. આ નવી બસોના કારણે પ્રદૂષણ અને પેટ્રોલ-ડીઝલના વપરાશમાં ઘટાડો થશે. રાજ્ય સરકાર દ્વારા નવી ૧,૧૮૯ બસ ખરીદવા માટે ૧૨૧ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

આ બસોમાંથી ૫૦૦ બસો ઈલેક્ટ્રિક હશે જ્યારે ૬૮૯ બસો CNG હશે. CMO દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું છે કે, આ બસો માટે જે મંજૂરી આપવામાં આવી છે તે મુખ્યમંત્રી અર્બન સર્વિસ સ્કીમ હેઠળ અપાઈ છે. જે PPP (પ્રાઈવેટ પબ્લિક પાર્ટનરશિપ) પર ચાલે છે.

નવી બસો માટે જે ૧૨૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે તેમાંથી ૧૯.૨૫ કરોડ રૂપિયા ઈલેક્ટ્રિક બસ માટે જ્યારે ૨૦.૪૪ કરોડ ઝ્રદ્ગય્ બસ માટે ખર્ચવામાં આવશે. આ સિવાય જે ૯.૩૭ કરોડ રૂપિયા છે તેનો ઉપયોગ રાજ્યમાં અલગ-અલગ જગ્યા પર કોન્ટ્રાક્ટ પર ચાલતા સિટી બસ સર્વિસ પાછળ ખર્ચ કરવામાં આવશે.

ચીફ મિનિસ્ટ અર્બન સર્વિસ સ્કીમ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ચલાવવામાં આવી રહી છે, જેનો ઉદ્દેશ્ય રાજ્યના શહેરી વિસ્તારોમાં ચાલતી ટ્રાન્સપોર્ટેશનની સારી સુવિધા મળી રહે.

આ બસોમાંથી લગભગ ૬૨૫ બસો અમદાવાદને મળશે, જ્યારે વડોદરાને ૫૦, સુરતને ૪૦૦, જૂનાગઢને ૨૫ અને જામનગરને ૧૦ બસો મળશે. આ મંજૂરી સાથે જણાવવામાં આવ્યું છે કે આ સેવા ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન હેઠળ પૂરી પાડવામાં આવી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.