Western Times News

Gujarati News

ઈમરાન ખાને ભારતના કયા મંત્રીના ભરપેટ વખાણ કર્યા!!

જ્યારથી પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સત્તામાંથી બહાર થયા છે ત્યારથી તેઓ સતત ભારતની વિદેશ નીતિના વખાણ કરી રહ્યા છે. રેલી હોય કે ઈન્ટરવ્યુ, તે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરના ખુલ્લેઆમ વખાણ કરે છે. ફરી એકવાર ઇમરાને રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતના વલણની પ્રશંસા કરી છે. Imran khan’s praise of the Indian external affairs Minister S. Jaishankar

તેમણે કહ્યું કે ભલે તેઓ ભારતના મંત્રી છે પરંતુ હું તેમની પ્રશંસા કરું છું. ઈમરાને વર્તમાન શાહબાઝ સરકાર પર અમેરિકા સાથે મળીને તેમની સરકાર વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. યુરોપમાં આઠ મહિનાથી ચાલેલા આ યુદ્ધ પ્રત્યે ભારત તટસ્થ નીતિ અપનાવી રહ્યું છે. વૈશ્વિક મંચોમાં ભારતે યુદ્ધની નિંદા અને વાતચીત પર ભાર મૂક્યો છે.

ફરી એકવાર ભારતીય વિદેશ નીતિના વખાણ કરતા ઈમરાન ખાને કહ્યું, ‘ભારત કહી રહ્યું છે કે અમે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદી રહ્યા છીએ. તમને શું લાગે છે કે તેઓએ (અમેરિકા) ભારત સાથેના સંબંધો તોડી નાખ્યા?

તે ભારતનું સન્માન કરે છે. તેમના વિદેશ મંત્રીએ જે રીતે બધાની સામે વાત કરી, જો કે તેઓ ભારતના મંત્રી છે, પરંતુ હું તેમની પ્રશંસા કરું છું. ઈમરાને કહ્યું, ‘જો તમે તમારી જાતનું સન્માન કરશો તો લોકો તમારું સન્માન કરશે. જ્યારે તમે તેની સામે સૂઈ જાઓ છો, ત્યારે તે તમને વધુ નીચે પાડે છે.’

આ પહેલીવાર નથી જ્યારે ઈમરાન ખુલ્લેઆમ ભારતના વખાણ કરતા જાવા મળ્યા હતા. થોડા દિવસો પહેલા એક રેલીમાં તેણે જયશંકરનો વીડિયો બતાવ્યો અને કહ્યું કે, ‘આ હોય છે એક આઝાદ દેશ.’ આ વીડિયો જયશંકરના યુરોપ પ્રવાસનો છે

જેમાં તેઓ રશિયા પાસેથી તેલ ખરીદવાના આરોપોનો જડબાતોડ જવાબ આપતા જોવા મળે છે. તેણે યુરોપને ઠપકો આપતાં કહ્યું કે, ‘શું રશિયા પાસેથી ગેસ ખરીદવો એ યુદ્ધમાં પૈસાનું રોકાણ નથી? શા માટે માત્ર ભારતના પૈસા અને ભારતનું તેલ યુદ્ધ માટે ભંડોળ પૂરું પાડે છે, યુરોપમાં આવતી ગેસ નહીં?’

ઇમરાને આરોપ લગાવ્યો છે કે તે રશિયા પાસેથી તેલ ખરીદવા માંગતા હતા અને યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયાની મુલાકાતે ગયા હતા અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા, જેનાથી અમેરિકાએ તેને હાંકી કાઢવાનું કાવતરું ઘડ્યું હતું. અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા તેણે વિદેશી કાવતરાના પુરાવા તરીકે કેટલાક પત્રો બતાવ્યા હતા. પરંતુ તે પત્રો ક્યારેય સાર્વજનિક ન થયા. વડાપ્રધાનની ખુરશી છોડતા ઈમરાન અને પાકિસ્તાની સેના વચ્ચે ખટાશ આવી ગઈ હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.