Western Times News

Gujarati News

૭ મહિના વિરુદ્ધ ૭૦ વર્ષઃ ‘આપ’ એ રજૂ કર્યુ માન સરકારના ૭ મહિનાનુ રિપોર્ટ કાર્ડ

ચંદીગઢ, આમ આદમી પાર્ટી સરકારના ૭ મહિનાના કામકાજનુ રિપોર્ટ કાર્ડ રજૂ કરતા કેબિનેટ મંત્રી અમન અરોરાએ કહ્યુ કે મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ સરકારે રાજ્યમાં અગાઉની સરકારો દ્વારા બનાવવામાં આવેલ ભ્રષ્ટાચાર અને માફિયા કલ્ચરને ખતમ કરીને રાજકારણના એક નવા યુગની શરુઆત કરી છે. આપ સરકારે રાજ્યનુ ખોવાયેલુ ગૌરવ પાછુ લાવવા માટે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટૉલરન્સની નીતિ અપનાવી છે.

અહીં પાર્ટી હેડક્વાર્ટર ખાતે એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધતા મંત્રી અરોરાએ પંજાબને ભારે દેવામાં ધકેલવા માટે અગાઉની કોંગ્રેસ, શિઅદ અને ભાજપ સરકારોની ટીકા કરી અને કહ્યુ કે તેમના મોટાભાગના નેતાઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે.

AAP સરકારની સિદ્ધિઓનુ વર્ણન કરતાં મંત્રીએ કહ્યુ કે માન સરકારે સાત મહિનામાં ઘણા ઐતિહાસિક ર્નિણયો લીધા. જે અગાઉની સરકારો તેમના ૭૦ વર્ષના શાસનમાં લેવામાં નિષ્ફળ રહી હતી.

ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા વચન મુજબ આપ સરકાર રોજગારી પેદા કરી રહી છે. સરકારે ૯૦૦૦ શિક્ષકોની સેવાઓને નિયમિત કરી છે અને બાકીના ૨૮૦૦૦ કરાર આધારિત કર્મચારીઓને નિયમિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસ વિભાગમાં ભરાયેલી વિવિધ કેડરની ૨૫૦૦ જગ્યાઓ તેમજ વિવિધ સરકારી વિભાગોમાં ખાલી પડેલી ૨૬,૦૦૦ જગ્યાઓ ભરવા માટે સરકારે પ્રક્રિયા શરૂ કરી છે.

તેમણે કહ્યુ કે સરકારે ભ્રષ્ટાચારનો સામનો કરવા માટે એન્ટી કરપ્શન હેલ્પલાઈન શરૂ કરી છે. માન સરકારની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક ભ્રષ્ટ નેતાઓ પર કડક કાર્યવાહી છે. છેલ્લા સાત મહિનામાં રાજ્ય સરકારે ૨૨૦થી વધુ પ્રભાવશાળી લોકો, વરિષ્ઠ રાજકારણીઓ અને અમલદારોની ધરપકડ કરી છે જેમણે પંજાબમાં લૂંટ ચલાવી હતી. જ્યારે તેમને અગાઉની સરકારો દ્વારા રક્ષણ આપવામાં આવતુ હતુ.

વળી, ગેંગસ્ટરોને ખતમ કરવા માટે એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે અને ઘણા કુખ્યાત ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય મંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ઘણા ખેડૂત હિતૈષી ર્નિણયો પણ લીધા છે. જેણે ખેડૂતોને ૭૨૭૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના એમએસપી ભાવે મગની ખરીદી કરીને ત્રીજાે પાક ઉગાડવા માટે પ્રોત્સાહિત કર્યા.

તેમણે કહ્યુ કે પ્રથમ વખત ખેડૂતો માટે એક વખતના માપદંડ તરીકે ટ્યુબવેલ પર લોડ એસ્કેલેશન ચાર્જ રૂ. ૪૭૫૦થી ઘટાડીને રૂ. ૨૫૦૦ પ્રતિ એચપી કરવામાં આવ્યો છે. ભૂગર્ભ જળના ઘટાડાને ટાળવા માટે ડાંગરની સીધી વાવણી માટે પ્રતિ એકર ૧૫૦૦ રૂપિયાની સબસિડી આપવામાં આવી છે.

એ જ રીતે શેરડીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. ૨૦નો વધારો કરીને રૂ.૩૬૦થી રૂ.૩૮૦ પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યા હતા. ઉનાળુ મગનો વિસ્તાર ૫૪,૩૬૩ એકરથી વધીને ૧,૨૮,૪૯૫ એકર થયો છે. સરકારે ખરાબ હવામાન અને પૂરથી અસરગ્રસ્ત ખેડૂતોના બાકી વળતરને પણ મંજૂરી આપી છે. શેરડીના ખેડૂતોના તમામ બાકી લેણા મંજૂર કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.