Western Times News

Gujarati News

ભરૂચમાં તવરાના ખેડૂતોએ રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ જઈ આવેદનપત્ર પાઠવ્યું

વાગરાના ધારાસભ્ય પણ ખેડૂતોના સમર્થનમા આગળ આવી ટીપી સ્કીમ રદ્દ કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને પણ રજૂઆત

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચમાં બૌડા દ્વારા જાહેર કરવામાં આવેલ ટાઉન પ્લાનિંગ સ્કીમ સામે તવરા ગામના ખેડૂતોએ રેલી યોજી કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં વાગરા મત વિસ્તારના ધારાસભ્ય પણ જાેડાયા હતા અને તેઓએ પણ પોતાના લેટરપેડ ઉપર ખેડૂતોના સમર્થનમાં રજૂઆત કરી હતી.

ભરૂચમાં વિવિધ સ્કીમો અંતર્ગત વિકાસ થઈ રહ્યો છે.ત્યારે ભરૂચ તાલુકાના તવરા રોડ પર નવા ભરૂચનો ઉદય થઈ રહ્યો છે.જેમાં ભરૂચ અંકલેશ્વર શહેર વિકાસ સત્તા મંડળની રચના બાદ પ્રથમ વખત પ ટીપી સ્કીમ જાહેર કરવામાં આવી છે.આ ટીપી સ્કીમમાં ૬૮૨ હેકટર જમીનને આવરી લેવામાં આવી છે.ભરૂચ માંથી આગામી દિવસોમાં એક્સપ્રેસ હાઈવે,હાઈ સ્પીડ ટ્રેન,ભાડભૂત બેરેજ યોજના તેમજ બલ્બ ડ્રગપાર્ક સહિતના મોટા પ્રોજેક્ટ આકાર પામી રહ્યા છે.

ત્યારે નવી ટીપી સ્કીમથી એક નવું ભરૂચ શહેર વિકસવા જઈ રહ્યું છે.તંત્રના આ પ્રકારના દાવા વચ્ચે ભરૂચ તાલુકાના તવરા ગામના ખેડૂતો અને સ્થાનિકોમાં વિરોધ જાેવા મળી રહ્યો છે. ભરૂચ તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારના ખેડૂતોએ અગાઉ ગામમાં મીટીંગ યોજી વિરોધ નોંધાવ્યા બાદ આજરોજ શક્તિનાથ સર્કલથી રેલી યોજી ભરૂચ કલેકટર કચેરીએ આવી પહોંચી આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

જેમાં તેઓએ જણાવ્યું હતું કે ટીપી સ્કીમના કારણે ૪૦ ટકા જમીન કપાતમાં જતી રહેશે અને બાકીની જમીનોની એને કરતી વખતે ૧૨ ફૂટથી વધુ જમીન રોડ રસ્તામાં કપાત થશે તો નાના મોટા દરેક ખેડૂતોની જમીનમાં ૫૦ ટકા કપાત થશે અને ખેડૂતોના આવનાર સમયમાં રોવાનો વારો આવશે જે ખેડૂતો ને મંજુર નથી તેથી આ ટીપી સ્કીમ રદ્દ કરવામાં આવે નહિ તો ખેડૂતો આવનાર સમયમાં સરકારની ટીપી સ્કીમ રદ કરવા હાઈકોર્ટ – સુપ્રીમ કોર્ટ સુધી લડી પોતાનો હક મેળવશે અને વિધાનસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે તેવી ચીમકી આપી છે તો બીજી તરફ ખેડૂતોના વિરોધમાં સ્થાનિક મત વિસ્તારના ધારાસભ્ય અરૂણસિંહ રણા પણ જાેડાયા હતા અને તેઓએ પણ પોતાના લેટર પેડ ઉપર રજૂઆત કરી ટીપી સ્કીમ રદ્દ કરવી જાેઈએ અને ખેડૂતો ને વિશ્વાસમાં લીધા હોત તો આ પરિણામ ન આવત અને સ્કીમ રદ્દ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.