Western Times News

Gujarati News

૨૦ ઓક્ટોબર બાદ ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થવાની વકી

ગાંધીનગર, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ૨૦મી ઓક્ટોબર પછી ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ૨૦ ઓક્ટોબર પછી અઠવાડિયાની અંદર જ ચૂંટણીની જાહેરાત થવાની શકયતા છે.

ડેપ્યુટી ઇલેક્શન કમિશનર ૨૦મી ઓક્ટોબર સુધી ગુજરાતની મુલાકાતે છે. જિલ્લા સ્તરે ચૂંટણીની તૈયારીને આખરી સમીક્ષાનો આરંભ થયો છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર ગુજરાતની મુલાકાત લઈ ચૂકયા છે. ૨૦૧૭માં ૨૫મી ઓક્ટોબરે ચૂંટણી જાહેર થઈ હતી. ૨૦૧૭માં ૧૩ અને ૧૭ ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન થયું હતું.

ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા કુલદીપસિંહ રાઉલજીના કારણે હવે કોંગ્રેસમાં કકળાટ શરૃ થયો છે. વિધાનસભા ચૂંટણી પહેલા ટિકિટને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. ૪ વખત ધારાસભ્ય અને મંત્રી રહી ચૂકેલા ખુમાનસિંહ ચૌહાણે કુલદીપસિંહ રાઉલજી સામે બાયો ચડાવી છે.

તમને જણાવી દઈએ કે, ખુમાનસિંહ કોંગ્રેસના દિગ્ગજ નેતા છે. હવે તેમણે વિરોધ નોંધવતા સમગ્ર વિસ્તારમાં રાજકીય હડકંપ સર્જાયો છે. તેમણે કહ્યું કે, હું જ સાવલી વિધાનસભા બેઠક માટે કોંગ્રેસનો ઉમેદવાર છું. તેમણે એમ પણ કહ્યું કે, હું કોંગ્રેસમાંથી લડીશ અને જીતીશ.

તેમણે એમ પણ કહ્યું કે, ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા કુલદીપસિંહ રાઉલજીને ટિકિટ આપી તો કોંગ્રેસની કારમી હાર થશે. ૧૦ વર્ષથી ભાજપમાં રહેલા કુલદીપસિંહ રાઉલજીએ ભાજપ મોવડી પાસે ટિકિટ માંગી હતી પણ ટિકિટ ન મળવાના એંધાણ મળતા જ કોંગ્રેસમાં જાેડાયા હતા. જાેકે ૨૦૧૭માં ખુમાનસિંહને કોંગ્રેસે ટિકિટ ન આપતા તેઓ એન.સી.પીમાં જાેડાયા હતા અને ચૂંટણી હાર્યા હતા.

આમ કોંગ્રેસમાં ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ વિરોધનો વંટોળ જાેવા મળી રહ્યો છે. ખુમાનસિંહે કહ્યું કે, માની લો કે કુલદીપસિંહ રાઉલજીને કોંગ્રેસમાંથી ટીકિટ મળે અને જીતે તો પણ ૪ મહિના પછી ભાજપમાં જાેડાઈ જશે. કોંગ્રેસમાંથી ભાજપમાં જતા ધારાસભ્યોની માફક કુલદીપસિંહ મામલે પણ ખુમાનસિંહએ શંકા વ્યક્ત કરી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષો એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે. બીજી તરફ પક્ષપલટાની સિઝન પણ પૂર જાેશમાં ચાલી રહી છે. ભાજપે હર્ષદ રિબડિયાને પોતાની પાર્ટીમાં લઈને કોંગ્રેસને ઝટકો આપ્યો હતો.

તો આજે કોંગ્રેસે વળતો પ્રહાર કરતા વડોદરા ભાજપના આગેવાન કુલદીપસિંહ રાઉલજીને કોંગ્રેસમાં જાેડયા છે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું.આ અવસરે પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને સિદ્ધાર્થ પટેલ હાજર રહ્યા હતા

ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં ૪,૯૦,૮૯,૭૬૫ મતદારો નોંધાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચની તૈયીરી પૂરજાેશમાં ચાલી રહી છે. ચૂંટણી પંચે આખરી મતદાર યાદી તૈયાર કરી છે. જેમાં ચૂંટણી પંચની વિગતો અનુસાર રાજ્યમાં કુલ ૪ કરોડ ૯૦ લાખ ૮૯ હજાર ૭૬૫ મતદારો નોંધાયા છે જે આંકડો અગાઉ ૪ કરોડ ૮૩ લાખ ૭૫ હજાર ૮૨૧ મતદારોનો હતા તેમજ પંચની યાદી મુજબ ૨ લાખ ૬૮ હજારથી વધુ પુરુષ મતદારો નોંધાયા છે તેમજ ૧ લાખ ૯૩ હજારથી વધુ મહિલા મતદારો નોંધાયા છે તેમજ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ૪ લાખ ૬૧ હજાર ૪૯૪ મતદારો ઉમેરાયા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી લઈ ચૂંટણી પંચે તૈયારી ડબલ રફતારમાં શરૃ કરી દીધી છે. આખરી મતદાર યાદી જાહેર થતાં જ હવે એ પણ કંઈ શકાય કે ચૂંટણીનું એલાન થવાને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે ચૂંટણી પંચે મતદારોની બેઠક દીઠ મતદાર યાદી પ્રસિદ્ધ કરી છે તેમજ ચૂંટણીલક્ષી તૈયારીની માહિતી પણ જાહેર કરી છે જેમાં ચૂંટણીમાં ૫૦ ટકાથી વધુ મતદાન મથક પર બાજ નજર રાખી શકાય તે માટે વેબ કેમેરાનો ઉપયોગ કરાશે.

ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે માહિતી આપતા કહ્યું કે આ વખતે અમે દિવ્યાંગ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને નવા મતદાતાઓ પર નજર કેન્દ્રિત કરી રહ્યા છીએ. ગુજરાતના મતદાતાઓને મતદાન કરવાની અપીલ પણ કરી હતી. અને જણાવ્યું હતું કે ગુજરાતમાં દર ૧૦૦૦ પુરુષોની તુલનામાં ૯૩૪ મહિલાઓ છે.

ગુજરાતમાં ૧૧,૮૦૦ મતદાતાઓ ૧૦૦ વર્ષની ઉંમર ધરાવે છે. ૧૦, ઓકટોબર, ૨૦૨૨ના રોજ મતદાતાઓની ફાઇનલ લિસ્ટ જાહેર કરવામાં આવશે. ૧૦૦ વર્ષની વય ધરાવતા મતદાતાઓનું સન્માન કરવાની કલેક્ટરોને સૂચના અપાઈ છે.

ગુજરાતમાં ૫૧,૭૮૨ બૂથ પર થશે મતદાન થશે. દરેક વિધાનસભા ક્ષેત્રમાં ઓછામાં ઓછા ૭ બૂથ સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા જ સંચાલિત હશે. તમામ બૂથ ગ્રાઉન્ડ ફ્લોર પર હશે, પીવાનું પાણી-શૌચાલયની વ્યવસ્થા હશે તથા દિવ્યાંગજનો માટે પણ સુવિધા કરાશે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.