Western Times News

Gujarati News

ખેડૂતો માટે સમયસર જાહેરાત કરવા બદલ મુખ્યમંત્રીએ કેન્દ્રનો આભાર માન્યો

ગાંધીનગર, ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ રવિ પાક (રવિ માર્કેટિંગ સિઝન ૨૦૨૩-૨૪)ના ટેકાના ભાવ આજરોજ રવી ઋતુના વાવેતરની શરૂઆત પહેલા સમયસર જાહેર કરવામાં આવ્યા છે.

જેમાં ઘઉ માટે રૂ.૨૧૨૫, જવ માટે રૂ.૧૭૩૫, ચણા માટે રૂ.૫૩૩૫, રાઈ સરસવ માટે રૂ.૫૪૫૦, મસૂર માટે ૬૦૦૦ અને કસુંબી માટે રૂ.૫૬૫૦ પ્રતિ કવિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યા છે. તે બદલ રાજયના ખેડૂતો વતી સમયસર જાહેરાત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કૃષિમંત્રી રાધવજીભાઈ પટેલે આભાર વ્યકત કર્યો છે.

કૃષિમંત્રી એ ઉમમેર્યું કે,ટેકાના ભાવ જે તે પાકના ખેતી ખર્ચના ઓછામાં ઓછા ૫૦ ટકા થી ૧૦૪ ટકા સુધીનો નફો મળે તે પ્રમાણે નક્કી કરવામાં આવેલ છે. રાજ્યના ખેડૂતો ની આવક બમણી થાય તે માટે જુદાજુદા પાક માં ગત વર્ષ કરતા પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૧૦૦ થી ૫૦૦ સુધીનો વધારો કરવામાં આવેલ છે.

રાજ્યના મુખ્ય પાક ઘઉં માં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૧૧૦ નો વધારો કરી ટેકાનો ભાવ રૂપિયા ૨૧૨૫ , ચણા પાકમાં રૂપિયા ૧૦૫ નો વધારો કરી ટેકાનો ભાવ રૂપિયા ૫૩૩૫, રાયડા પાકમાં રૂપિયા ૪૦૦ નો વધારો કરી ટેકાનો ભાવ ૫૪૫૦ જાહેર કરાયા છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.