Western Times News

Gujarati News

અમદાવાદ રેલવેના વિભાગોમાં “સ્વચ્છતા અભિયાન 2.0” અંતર્ગત સઘન સારુ સફાઈ કરવામાં આવી

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડલ પર 19મી ઓક્ટોબર, 2022ના રોજ “સ્વચ્છતા અભિયાન 2.0” ની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન રેલ્વે દ્વારા રેલ્વે પરિસર, પ્લેટફોર્મ, ટ્રેનો, ટ્રેક અને રેલ્વે કોલોની વગેરે જેવા વિસ્તારોમાં વ્યાપક રૂપ થી સારું સફાઈ કરવામાં આવી હતી.

માહિતી આપતા સિનિયર ડિવિઝનલ એન્વાયરમેન્ટ એન્ડ હાઉસકીપિંગ મેનેજર શ્રી એસ.ટી.રાઠોડે જણાવ્યું હતું કે 19 ઓક્ટોબર, 2022ના રોજ અમદાવાદ મંડલ પર “સ્વચ્છતા અભિયાન 2.0” ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તમામ સ્થળોએ સંપૂર્ણ સફાઈ કરીને સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવી હતી

અને મચ્છરોથી બચવા ફોગીંગ અને એન્ટી લાર્વા સ્પ્રેનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં રેલ કર્મચારી દ્વારા, શ્રમદાન કરીને રેલવે કોલોની તથા ડીઝલ શેડ સાબરમતી અને ચાંદખેડા, ખોડિયાર સાબરમતી અને અમદાવાદ રેલ્વે સ્ટેશનની વ્યાપક રૂપ થી સાફ સફાઈ કરવામાં આવી હતી.

રેલ્વે કોલોની વિસ્તારમાં સ્વચ્છ વાતાવરણ રહે તે માટે તમામ રેલ્વે કર્મચારીઓ અને પરિવારના સભ્યોને સ્વચ્છતા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા અને કોલોની વિસ્તારમાં અનિચ્છનીય વનસ્પતિ અને કચરો દૂર કરવામાં આવ્યો હતો. અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

કર્મચારીઓ અને રેલ્વે પરિવારના સભ્યોને સ્વચ્છતાના ફાયદાઓ વિશે જાગૃત કરવા કોલોની અને હોસ્પિટલોમાં પોસ્ટરો અને બેનરો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. સિંગલ યુઝ પ્લાસ્ટિકને નિરુત્સાહિત કરવા અને લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા નુક્કડ નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.