Western Times News

Gujarati News

તમારે “આપ” નિર્ભર બનવું છે કે આત્મનિર્ભર તમે નક્કી કરી લેજો

નવી દિલ્હી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અને ભાજપ, જ વિધાનસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં પહેલાથી જ આમને સામને છે. હવે દિલ્હીમાં આવનારી નગરપાલિકા ચૂંટણીને લઈને એક બીજા પર ટિપ્પણીઓ કરી રહ્યા છે.

બંને વચ્ચે મહત્વનો મુદ્દો દિલ્હીનો અનટ્રીટેડ કચરો છે. જે હાલમાં ગાઝીપુર, ભલસ્વા અને ઓખલાના ત્રણ વિશાળ લેંડફિલ સ્થળ પર ડંપ કરવામાં આવી રહ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તુગલકાબાદમાં શહેરના ચોથા કચરાથી ઊર્જા પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું હતું, જેને લઈને બંને પાર્ટીઓ વચ્ચે તણખાં જરી રહ્યા છે. તેમણે કહ્યું કે, કેજરીવાલે જેવી રીતનો વ્યવહાર કર્યો, હવે તેનો જવાબ લોકતાંત્રિક રીતે આપવાનો સમય આવી ગયો છે.

તેમણે દિલ્હી નગર નિગમના અધિકારીઓનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, દિલ્હીને સાફ કરવા માટે તેમને સારા પગલા ઉઠાવ્યા છે અને મને વિશ્વાસ છે કે, ૨૦૨૫થી પહેલા અમે દિલ્હીના તમામ દૈનિક કચરાના નિવારણની એક રીત શોધી લઈશું. ભવિષ્યમાં આ કચરાનો મોટો પહાડ નહીં દેખાય, આપણી દિલ્હી સુંદર રહેશે.

ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીની આપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કેજરીવાલ દરરોજ પ્રેસ ક્રોન્ફરન્સ અને મોટી મોટી જાહેરાતો આપે છે, તેમણે માની લીધું છે કે, જાહેરાતોથી દેશની જનતા ભ્રમિત થઈ જશે પણ આ ભ્રમ ૫ અથવા ૭ વર્ષ જ ચાલી શકે છે. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી દિલ્હીને આપ ર્નિભર બનાવા માગે છે, અને અમે આપને આર્ત્મનિભર બનાવવા માગીએ છીએ.

હવે એ જનતાએ નક્કી કરવાનું છે. જાે કે, શાહના આવા નિવેદન બાદ અરવિંદ કેજરીવાલે તેમના પર પલટવાર કર્યો હતો, દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે, તમે હજૂ કંઈક કરવા માટે વધુ ૩ વર્ષનો સમય માગો છે, જે તમે ૧૫ વર્ષમાં તો કરી શક્યા નથી. તમે તો રહેવા જ દો. અમે તમને બતાવીશું કે દિલ્હીને કચરામુક્ત કેવી રીતે બનાવાય.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.