Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

જ્હાન્વી કપૂરના જમણા હાથ પર દેખાયું લવ બાઈટનું નિશાન

મુંબઈ, જ્હાનવી કપૂર ખૂબ જલ્દી સની કૌશલ અને મનોજ પાહવા સાથે ફિલ્મ ‘મિલી’માં જાેવા મળવાની છે, જેનું ડિરેક્શન માથુકુટ્ટી ઝેવિયરે કર્યું છે જ્યારે પ્રોડ્યૂસર બોની કપૂર છે. આ ફિલ્મ ૪ નવેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી એક્ટ્રેસ મિલીના પ્રમોશનમાંથી તેના ગોર્જિયસ લૂકની તસવીરો પણ શેર કરી રહી છે. હાલમાં જ, એક્ટ્રેસે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર બ્લેક કલરના સેક્સી કટઆઉટ ડ્રેસમાં પોતાની સિઝલિંગ તસવીરો શેર કરી હતી.

જેમાં તે ફેન્સના મનને લોભાવતા પોઝ આપતી દેખાઈ. તસવીરોમાં તેણે મિનિમલ મેકઅપ કર્યો છે. આંખમાં કાજલ અને મસ્કરા લગાવી લગાવી છે તેમજ બ્રાઉન લિપસ્ટિક અને બ્લશથી મેકઅપને ફાઈનલ ટચ આપ્યો છે. તેણે જેવી પોસ્ટ શેર કરી કે લોકોનું ધ્યાન તરત જ તેના જમણા હાથ પર ઉપરની તરફ રહેલા લવ બાઈટ પર ગયું.

જ્હાન્વી કપૂરની તસવીરોમાં લવ બાઈટ જાેઈને કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સે તેના પર સવાલોનો ખડકલો કરી દીધો હતો તેમજ મજાક પણ ઉડાવી હતી.

એક યૂઝરે લખ્યું હતું ‘શું તે લવ બાઈટ છે?’, એક યૂઝરે લખ્યું હતું ‘તારી કાખ પાસે લવ બાઈટનું નિશાન છે’, તો એકે લખ્યું હતું ‘ત્યાં લવ બાઈટ કોણ આપે?’. જાે કે, એક્ટ્રેસના ફેન્સને તેનો આ લૂક ખૂબ જ પસંદ આવ્યો હતો અને કોમેન્સ સેક્શનમાં રેડ હાર્ટ તેમજ ફાયર ઈમોજી ડ્રોપ કર્યા હતા.

જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૮માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધડક’થી એક્ટિંગ ડેબ્યૂ કરનારી જ્હાન્વી કપૂર કો-એક્ટર ઈશાન ખટ્ટરના પ્રેમમાં પડી હતી. જાે કે, બંનેના સંબંધો વધારે સમય ટક્યા નહોતા અને તેમણે બ્રેકઅપ કરી લીધું હતું. ત્યારબાદ એક્ટ્રેસનું નામ અક્ષત રંજન સાથે જાેડાયું હતું.

જ્હાન્વી કપૂર હાલ સિંગલ રહેવા માગતી હોય તેમ લાગી રહ્યું છે. તે સારા અલી ખાન સાથે કરણ જાેહરના ચેટ શો ‘કોફી વિથ કરણ ૭’ની મહેમાન બની ત્યારે તેણે કોઈને પણ ડેટ કરવાનો ઈનકાર કર્યો હતો. જાે કે, સાઉથ એક્ટર વિજય દેવરકોંડા પર ક્રશ હોવાનું સ્વીકાર્યું હતું.

વર્ક ફ્રંટની વાત કરીએ તો, જ્હાન્વી કપૂરની ફિલ્મ ‘મિલી’નું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું હતું અને તેને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. અનુષ્કા શર્માથી લઈને અર્જુન કપૂર સુધીના સેલેબ્સે પણ તેના વખાણ કર્યા હતા. હવે તે, ફિલ્મ ‘બવાલ’માં વરુણ ધવન સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers