Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

દિવાળી પાર્ટીમાં એકબીજા સાથે વાતોમાં મશગૂલ દેખાયા અનન્યા પાંડે -આદિત્ય કપૂર

મુંબઈ, બોલિવુડમાં સેલિબ્રિટીઝ વચ્ચેના અફેરની અફવા ખૂબ સામાન્ય છે. કોઈ ફિલ્મમાં સાથે કામ કરનારા અભિનેતા અને અભિનેત્રી વચ્ચે ચક્કર ચાલી રહ્યું હોવાની વાતો ઉડતી રહે છે. વળી, ક્યારેક તો એવા કલાકારોના નામો અંગે ચર્ચા થતી રહે છે જેને જાણીને નવાઈ લાગે. આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડેના અફેરની ચર્ચા આજકાલ બી-ટાઉનમાં ખૂબ થઈ રહી છે.

હાલમાં જ તેઓ ક્રિતી સેનની દિવાળી પાર્ટીમાં સાથે જાેવા મળ્યા હતા. બુધવારે એક્ટ્રેસ ક્રિતી સેનને ગ્રાન્ડ દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં કેટલાય બોલિવુડ સેલેબ્સ હાજર રહ્યા હતા. એક્ટ્રેસ નેહા ધૂપિયા પણ પતિ અંગદ બેદી સાથે ક્રિતીની દિવાળી પાર્ટીમાં સામેલ થઈ હતી.

નેહા ધૂપિયાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ક્રિતી સેનન સાથેની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં નેહા અને અંગદ ક્રિતી સાથે પોઝ આપી રહ્યા છે. પરંતુ ફોટોને ધ્યાનથી જાેશો તો બેકગ્રાઉન્ડમાં આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે વાતો કરતા જાેવા મળી રહ્યા છે.

આદિત્ય રોય કપૂરનો ચહેરો દેખાઈ રહ્યો છે જ્યારે અનન્યાની પીઠ કેમેરામાં કેદ થઈ છે. આ ઉપરાંત નેહાએ અનન્યા સાથેની તસવીર પણ શેર કરી હતી. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, આદિત્ય સાથે ઊભેલી યુવતી અનન્યા પાંડે જ છે. જાેકે, આ પહેલીવાર નથી જ્યારે અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરના અફેરની અફવા ઉડી છે.

અગાઉ જુલાઈમાં પણ બંનેના ડેટિંગના સમાચાર આવ્યા હતા. ‘કોફી વિથ કરણ ૭’ના એપિસોડમાં અનન્યા મહેમાન બનીને આવી ત્યારે તેણે સ્વીકાર્યું હતું કે, આદિત્ય તેને હોટ લાગે છે. કરણે અનન્યાના પેટમાંથી વધુ વાત કઢાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે કંઈપણ બોલવા તૈયાર નહોતી થઈ.

જણાવી દઈએ કે, અનન્યા પહેલા ઈશાન ખટ્ટરને ડેટ કરતી હતી પરંતુ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. અનન્યા અને આદિત્ય રોય કપૂરની ઉંમરમાં ૧૩ વર્ષનો તફાવત છે. અનન્યા ૨૩ વર્ષની છે જ્યારે આદિત્યની ઉંમર ૩૬ વર્ષ છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers