Western Times News

Gujarati News

શ્રી જે.બી. શાહ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ, મોડાસા અંતર્ગત પુસ્તકાલય ખુલ્લું મુકાયું

મોડાસા, ધી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી જે.બી. શાહ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ, મોડાસા અંતર્ગત આજે પુસ્તકાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું. કાર્યક્રમના ઉદ્‌ઘાટક તરીકે અરવલ્લી જિલ્લાના સમાહર્તા માનનીય ડો.નરેન્દ્રકુમાર મીના ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે અરવલ્લી જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી ગાયત્રીબેન પટેલ હાજર રહ્યા હતા. સમારંભના અધ્યક્ષ તરીકે નવીનચંદ્ર આર. મોદીએ સ્થાન શોભાવ્યું હતું.

તથા પ્રભારી મંત્રી પરેશભાઈ મહેતાએ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ધી મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત ઇંગ્લીશ મીડીયમ સ્કુલ મોડાસા મુકામે પ્રધાનમંત્રી ખાણ ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન અંતર્ગત લાઇબ્રેરી નું ઉદ્‌ઘાટન પ્રસંગે બોલતાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે સૌથી વધુ વિદ્યાર્થીઓ આ લાઇબ્રેરી નો લાભ લે અને સૌથી વધુ વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો પહોંચે તેમ જણાવ્યું હતું. મંડળના ઉપપ્રમુખ સુભાષભાઈ શાહ, મહેન્દ્ર મામા, માનદ મંત્રીશ્રી ઓ ડો.ઘનશ્યામભાઈ શાહ, એ. જે. મોદી, જયેશભાઈ દોશી, ધીરુભાઈ પ્રજાપતિ તથા પંકજભાઈ બુટાલા ઉપસ્થિત રહ્યા હતા.

અરવલ્લી ડી ઈ ઓ ગાયત્રીબેન પટેલે સ્માર્ટ બોર્ડ અને લાઇબ્રેરીનો સૌથી વધુ ઉપયોગ થાય અને વિદ્યાર્થીઓ તેનો લાભ લે તેમ જણાવ્યું હતું. સમારંભના અધ્યક્ષ નવીનચંદ્ર આર. મોદીએ કેમ્પસની વિશાળતા અને ૫૦૦૦ વિદ્યાર્થીઓનું આ સંકુલ દિવસે અને દિવસે વધુ પ્રગતિ કરી રહ્યું છે તે માટેના ઘનિષ્ઠ પ્રયાસો હાથ ધરાય તે માટે આહવાન કર્યું હતું. અને ઉમેર્યું હતું કે એક લાઇબ્રેરી ૫૦ જેલોને બનતા રોકે છે. કાર્યક્રમને અંતે પ્રિન્સિપાલ ડો. પ્રદીપભાઈ જયસ્વાલે મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.