Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ટાઇટન આઈ+એ અમદાવાદમાં નવા 5 સ્ટોર શરૂ કર્યા

અમદાવાદ, સમગ્ર દેશમાં 1000 સ્ટોર્સ મારફતે ભારતીય ઉપભોક્તાઓ માટે સૌથી મોટું અને સર્વશ્રેષ્ઠ આઇકેર ડેસ્ટિનેશન બનવાના અને ભારતીય ઉપભોક્તાઓને શ્રેષ્ઠ અનુભવ આપવાના મિશન સાથે ટાઇટન આઈ+એ અમદાવાદમાં 5 સ્ટોર શરૂ કર્યા છે.

ટાઇટન આઈ+ હવે અમદાવાદમાં 19 સ્ટોર ધરાવે છે અને તમામ માટે સુલભ ગુણવત્તાયુક્ત આઈકેરની સુવિધા પૂરી પાડવા એની કામગીરી ઝડપથી વધારી રહી છે. આ સ્ટોરનું ઉદ્ઘટાન આઈકેર ડિવિઝનના સીઇઓ શ્રી સૌમેન ભૌમિકે કર્યું હતું.

આ પાંચ સ્ટોર – અમદાવાદમાં સીજી રોડ, થલતેજ, બાપુનગરમાં અને એક સ્ટોર કલોલમાં સ્થિત છે, જે આઈકેરની શ્રેષ્ઠ સુવિધાઓ આપે છે. આ સ્ટોર્સ ખરીદીનો શ્રેષ્ઠ અનુભવ આપે છે અને ગ્રાહકની વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરવા સજ્જ છે.

બ્રાન્ડ એનાં લેટેસ્ટ સ્માર્ટ આઈવેર, એન્ટિ-ફોગ અને એન્ટિ-વાયરલ લેન્સની લેટેસ્ટ ટાઇટન આઈએક્સ જેવા નવીન ઉત્પાદનોની રેન્જ ઓફર કરે છે, જેમાંથી તમામની કિંમત ફક્ત રૂ. 999થી શરૂ થાય છે. આ સ્ટોર ટાઇટનના અતિ-સચોટ લેન્સ અને કસ્ટમાઇઝ પાવર્ડ સનગ્લાસીસ પણ પ્રદાન કરે છે. ગ્રાહકો જગપ્રસિદ્ધ સંકરા નેત્રાલયા દ્વારા તાલીમબદ્ધ અને સર્ટિફાઇડ ઓપ્ટોમેટ્રિસ્ટ દ્વારા ફ્રી ઝીરો એરર આઈ ટેસ્ટિંગની સુવિધાનો લાભ લઈ શકે છે.

ટાઇટન કંપની લિમિટેડના આઈકેર ડિવિઝનના સીઇઓ શ્રી સૌમેન ભૌમિકે કહ્યું હતું કે, “અમદાવાદમાં આ 5 સ્ટોર શરૂ કરવાની સાથે અમે તમામ 400+ શહેરોમાં 1000 સ્ટોર્સની અમારી યોજના સાકાર કરવા ઝડપથી અગ્રેસર થઈ રહ્યાં છીએ. અમારી કુશળતા અને અનુભવ સાથે અમે ગુજરાતમાં વધારે ગ્રાહકો સુધી પહોંચવા અને તેમને આઈકેરમાં શ્રેષ્ઠ સેવાઓ પ્રદાન કરવા આતુર છીએ.”

Copyright © All rights reserved. | Developed by Aneri Developers