Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

મનીષ પોલ બિગ બી અમિતાભ બચ્ચનને મળ્યો, કારણ જાણી ચોંકી જશો

manish-paul-meets-amitabh-bachchan

દિવાળીના તહેવારના આડે હવે બસ ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. દર વર્ષે સેલેબ્સ પોતાના ઘરે ભવ્ય દિવાળી પાર્ટીઓનું આયોજન કરે છે. જેમાં મનોરંજન જગતના સેલેબ્સ હરખભેર સામેલ થાય છે. જાેકે, એક્ટર મનીષ પોલના દિવાળી સેલિબ્રેશનનું અમિતાભ બચ્ચન સાથે ખાસ કનેક્શન છે.

દર વર્ષે દિવાળી પહેલા મનીષ પોલ અમિતાભ બચ્ચનના ઘરે આશીર્વાદ લેવા જાય છે. આ વર્ષે પણ પરંપરા જાળવતા મનીષ હાલમાં જ અમિતાભ બચ્ચનને મળવા ગયો હતો. અમિતાભ બચ્ચન સાથેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં મનીષ પોલે લખ્યું, આ રીતે મારી દિવાળીની શરૂઆત થાય છે.

લાંબા સમયથી આ પરંપરા ચાલી આવી છે. હું દિવાળી મનાવવા મારા ઘરે દિલ્હી જઉં એ પહેલા મારી દિવાળીની શરૂઆત હું અમિતાભ બચ્ચન સરના આશીર્વાદ સાથે કરું છું. આ નિયમ છે. બસ. હું જાદુઈ અનુભવ કરું છું. મને તેમના થકી એવી ઉર્જા મળે છે જેને હું શબ્દોમાં નથી વર્ણવી શકતો.

ખાસ કરીને છેલ્લી તસવીર…સર, તમને પ્રેમ કરું છું અને તમે આ વાત જાણો છો. આજીવન તમારો ચાહક રહીશ. તસવીરોમાં જાેઈ શકો છો કે મનીષ પોલ વેનિટી વેનમાં અમિતાભ બચ્ચન સાથે મુલાકાત કરતો દેખાઈ રહ્યો છે. છેલ્લી તસવીરમાં અમિતાભ બચ્ચન મનીષ પોલને આલિંગન આપતા જાેવા મળી રહ્યા છે.

મનીષની બિગ બી સાથેની આ તસવીરોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. ધર્માના સીઈઓ અપૂર્વ મહેતાએ કોમેન્ટ કરતાં લખ્યું, ખૂબ સુંદર. અભિનેત્રી એલી અવરામ અને અમૃતા ખાનવીકરે પણ હાર્ટ ઈમોજી દ્વારા પ્રતિક્રિયા આપી છે. વર્કફ્રંટની વાત કરીએ તો, મનીષ પોલ હાલ ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જાની નવી સીઝન હોસ્ટ કરી રહ્યો છે.

જ્યારે અમિતાભ બચ્ચન ‘કૌન બનેગા કરોડપતિ ૧૪’ને હોસ્ટ કરતાં જાેવા મળે છે. ઉપરાંત તેમની ફિલ્મ ‘ઉંચાઈ’ ૧૧ નવેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં બોમન ઈરાની, અનુપમ ખેર અને પરિણીતી ચોપરા પણ મહત્વના રોલમાં છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers