Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ઈલેક્શન એક્સપેન્ડિચર નોડલ ઑફિસર્સનો એક દિવસીય તાલીમવર્ગ યોજાયો

ગાંધીનગર,  ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ની તૈયારીને અનુલક્ષીને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા ઈલેક્શન એક્સપેન્ડિચર નોડલ ઑફિસર્સની તાલીમ યોજવામાં આવી હતી. ગુજરાત ઈન્સ્ટિટ્યુટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે યોજાયેલી એક દિવસીય તાલીમમાં ૩૩ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આગામી સમયમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીઓ સુચારૂપણે સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ તથા રિટર્નિંગ ઑફિસર્સ સહિતના અધિકારીઓને તાલીમ આપવામાં આવી રહી છે.

જેના ભાગરૂપે ગાંધીનગર જિલ્લાના રાયસણ ખાતે આવેલી ગુજરાત ઈન્સ્ટિટ્યુટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે ઈલેક્શન એક્સપેન્ડિચર નોડલ ઑફિસર્સ એટલે રાજ્યના તમામ ૩૩ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓની એક દિવસીય તાલીમ યોજવામાં આવી હતી.

તાલીમ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને ચૂંટણી ખર્ચ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી ડૉ. કુલદીપ આર્ય ઉપસ્થિત રહ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers