Western Times News

Gujarati News

મોટી સંખ્યામાં સરપંચો, ઉપસરપંચો તથા કાર્યકર્તાઓ AAP પાર્ટીમાં જોડાયા

‘આપ’ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ તથા યુવા નેતા યુવરાજસિંહ જાડેજાના હાથે ટોપી અને ખેસ પહેરીને મોટી સંખ્યામાં સરપંચો, ઉપસરપંચો તથા સામાજિક કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા.

*દિન પ્રત્ય દિન આમ આદમી પાર્ટીના ચાલી રહેલા કેમ્પિંગથી ગુજરાતની જનતાને એક આશા જાગી છે: ગુલાબસિંહ યાદવ*

*આમ આદમી પાર્ટીનું કદ ગુજરાતમાં વધી રહ્યું છે એનાથી ભ્રષ્ટ ભાજપ સરકારના પેટમાં તેલ રેડાયું છે : યુવરાજસિંહ જાડેજા*

*માણસા વિધાનસભા અને ગાંધીનગર વિધાનસભાના સરપંચ, ઉપસરપંચ, સામાજિક કાર્યકરો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા : યુવરાજસિંહ જાડેજા*

અમદાવાદ,  આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવે મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, સૌપ્રથમ મીડિયા ના માધ્યમથી તમામ દેશવાસીઓને ધનતેરસ અને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. આજે અનેક ગામના સરપંચ અમારી સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

અમને ખુશી છે કે દિવસ રાત અલગ અલગ જિલ્લામાં, અલગ અલગ વિસ્તારમાં અનેક સન્માનિત લોકો આમ આદમી પાર્ટી જોઈન કરી રહ્યા છે. અને દિન પ્રત્ય દિન આમ આદમી પાર્ટીના જે કેમ્પિંગ ચાલી રહ્યા છે તેનાથી ગુજરાતની જનતાને એક આશા જાગી છે.

આવનારા દિવસોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી, મનીષ સિસોદિયાજી, અમારા તમામ મંત્રીગણ, અમારા ધારાસભ્યો કેમ્પેનમાં ઉતરશે, ભાગ લેશે અને મને પૂરી આશા છે કે ગુજરાતના લોકો આ વખતે પરિવર્તન માટે મતદાન કરશે.

યુવા તથા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ મિડીયાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, દિવસે ને દિવસે આમ આદમી પાર્ટીનું કદ ગુજરાતમાં વધી રહ્યું છે અને એનાથી ભ્રષ્ટ ભાજપ સરકારના પેટમાં તેલ રેડાયું છે. અને આમ આદમી પાર્ટીની જે વિચારધારા છે

શિક્ષણ, આરોગ્ય, વીજળી અને પાર્ટી જે મુદ્દાની રાજનીતિ કરતી આવી છે એ વિચારધારાને સમર્પિત થઈ આજે ગુજરાતના અને ખાસ કરીને માણસા વિધાનસભાના અને ગાંધીનગર વિધાનસભાના જે મોભાદાર વ્યક્તિઓ છે, જે પદાધિકારીઓ છે, જે હોદ્દેદારો છે, ખાસ કરીને સરપંચ, ઉપસરપંચ, સામાજિક કાર્યકરો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

ચૌહાણ કરણસિંહ નેનસિંહ જે ડોડીપાળના સરપંચ છે, મકવાણા હિંમતસિંહ જે લાકરોડાના સરપંચ છે,  ચૌહાણ વિષ્ણુસિંહ કાલસિંહ  જે કોટવાસના સરપંચ છે, રાઠોડ અજેસિંહ માલસિંહ જે બોરીયાથી સામાજિક કાર્યકર છે, રાઠોડ દલપતસિંહ રજૂસિંહ જે હંમેશા બોરીયાના સમૂહ લગ્ન કરાવતા હોય છે,

રાઠોડ કુવરસિંહ લક્ષ્મણસિંહ જે મુઘાસણથી સામાજિક કાર્યકર છે, રાઠોડ દિલીપસિંહ જે કોટવાસથી પંચાયતના સભ્ય છે, રાઠોડ જવાનસિંહ જે વડીયાથી પંચાયતના સભ્ય છે, ચૌહાણ જીગરસિંહ ભરતસિંહ જે કોટવાસથી પંચાયતના સભ્ય છે, રાવળ રાયમલ રાજુભાઈ જે વીયરથી સામાજિક કાર્યકર છે,

ઠાકોર જુગાજી પોપટજી જે બોરુના ઉપસરપંચ છે, ગોહિલ જગદીશભાઈ જે અમરાપુરાથી એસ.સી. સમાજના ઉપપ્રમુખ છે, રાઠોડ વિપુલસિંહ જે પંચાયતના  સભ્ય છે, રાઠોડ પ્રવિણસિંહ જે સામાજિક કાર્યકર છે, રાઠોડ બાલસિંહ રાણસિંહ જે ડોડીપાળના સામાજિક કાર્યકર છે, રાઠોડ લાલસિંહ ભુપતસિંહ જે લક્ષ્મીપુરાથી સામાજિક કાર્યકર છે,

રાઠોડ નવલસિંહ તલસિંહ જે લક્ષ્મીપુરાથી સામાજિક કાર્યકર છે, હડીયોલ પ્રકાશસિંહ જે વીયરથી પ્રેસ રિપોર્ટર છે, ચૌધરી વિશાલ જે ચરાડાથી અમેરિકા જઈને આવેલા એન્જિનિયર છે, ચાવડા કાનસિંહ ઉદયસિંહ  જે લીંબોદરાથી રીક્ષા એસોસિએશનના ઉપપ્રમુખ છે, આ તમામ લોકો અરવિંદ કેજરીવાલજીની જનતા માટે કામ કરવાની રાજનીતિથી પ્રભાવિત થઈને મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આ તમામ મહાનુભાવોને ટોપી અને ખેસ પહેરાવીને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં સામેલ કર્યા.

આ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ અને યુવા તથા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સાથે ‘આપ’ પ્રદેશ ઉપાધ્યક્ષ રીનાબેન રાવલ  ઉપસ્થિત રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.