Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

રાષ્ટ્રીય પોલીસ સ્મારક દિવસ નિમિત્તે વીર પોલીસ જવાનોને ભાવાજંલી અપાઈ

પ્રતિનિધિ, દેવગઢબારીઆ, દાહોદના પોલીસ પરેડ ગાઉન્ડ ખાતે આજના રાષ્ટ્રીય પોલીસ સ્મારક દિવસ નિમિત્તે વીર પોલીસ જવાનોને ભાવાજંલી આપવામાં આવી હતી. જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ ફરજ નિભાવતા શહીદ થનારા પોલીસ જવાનોને શ્રધાંજલિ અર્પી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય પોલીસ સ્મારક દિવસ ચીની સૈનિકોએ લદ્દખમાં સૈનિકો ઉપર કરેલા હુમલામાં પોલિસ જવાનો શહીદ થયા હતા. જે નિમિત્તે આજના દિવસે તેમની યાદમાં શ્રદ્ધાજલી આપવામાં આવે છે. આ વેળા એ.એસ.પી શ્રી જગદીશ બાંગરવા,નાયબ પોલીસ અધિક્ષક શ્રી પરેશ સોલંકી, સહિત પોલીસ અધિકારીશ્રીઓ, પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers