Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પીછોડા ફિનકેર ફાઇનાન્સના કર્મચારીને લુંટનાર આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયો

પ્રતિનિધિ સંજેલી, સંજેલીથી સુલીયાત તરફ જવાના પીછોડા બચકરીયા માંડલી તરફ જવાના મુખ્ય માર્ગ પર એક વર્ષ અગાઉ ફીનકરે ફાઇનાન્સ કર્મચારી ની બાઇકને રોકી ટેબ્લેટ તેમજ રોકડ રકમની ચીલ ઝડપ કરી નાસતા ફરતા આરોપીને સંજેલી પોલીસે ઝડપી જેલ હવાલે કર્યો.

સંજેલી ચમારીયા રોડ પર આવેલ ફીન કેર ફાઈનાન્સ કંપનીમાં કર્મચારીને ફાઇનાન્સના હપ્તા નું રોકડ રકમ લઈ સાંજના સમયે સંજેલી તરફ જઇ રહ્યો હતો તે દરમ્યાન પીછોડા બચકરીયા મુખ્ય માર્ગ પર કર્મચારી ની બાઇકને રોકી ચીલઝડપ કરનાર પ્રદીપ સોમા અમલીયારે બે બાળ સાગરીતો મળી ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને તેને પીછોડા બચકરીયા રોડ પર બેંક ફાઈનાન્સ કર્મચારીને ઝડપી પાડયો હતો અને તેની જાેડેથી ધાકધમકી અને મારકુટ કરી ટેબ્લેટ સહિત રૂપિયા ૬૨૬૮૦ ની રોકડ રકમ ની ચીલ ઝડપ કરી મોંઢુ બાંધી આવેલા ત્રણેય લૂંટારાઓ ફરાર થઇ ગયાં હતાં જે બાદ ફાઈનાન્સ કર્મચારી એ સંજેલી પોલીસ મથકે અજાણ્યા લૂંટારુ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જેના એક વર્ષ અને પાંચ માસ બાદ સંજેલી PSI બી રાઠવા અને તેમની ટીમને ખાનગી બાતમીદાર થી બાતમી મળી હતી કે પીછોડા મુખ્ય માર્ગ પર થયેલ ચીલઝડપ લૂંટનો આરોપી તેના ઘરે આવ્યો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે તેને શંકાના આધારે ઝડપી પાડી પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યો હતો જે બાદ વધુ તપાસને લઈને કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં જેમાં રોકડ રકમ અને ટેબ્લેટની રીકવર તેમજ અન્ય સાથીઓની પૂછપરછ હાથ ધરી હતી અંજામ આપનાર મુખ્ય આરોપી પીછોડા ગામનો પ્રદિપ અમલીયા તેમજ તેની સાથે અન્ય બે બાળ કિશોર હોવાનું નામ ખૂલ્યું હતું.

તેમજ તેની પાસેથી એક્ટિવા બાઈક અને રૃપિયા ૨૧૭૮૦ ના રોકડ રકમની રિકવર પણ કરી હતી પોલીસે બે બાળ કિશોરને પણ ઝડપી પાડયાં હતાં કોર્ટમાં રજુ કરતાં બાળ કિશોર ને જામીન મુક્ત કર્યા હતા અને મુખ્ય આરોપીને પ્રદીપ ના રિમાન્ડ પૂરા થતાં ઝાલોદ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો આમ જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સંજેલી પોલીસને મળી સફળતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers