Western Times News

Gujarati News

લાલ દરવાજા ભદ્રકાળી ચોકમાં ખરીદી માટે ભીડ

ભદ્રકાળી ચોકમાં ચોરીના બનાવને રોકવા કારંજ પોલીસ સતત એનાઉન્સમેન્ટ કરીને લોકોને સાવચેત કરી રહી છે

અમદાવાદ,  અમદાવાદના લાલ દરવાજા ભદ્રકાળી ચોકમાં ખરીદી માટે લોકો ઉમટયા છે. ચોરીના બનાવને રોકવા કારંજ પોલીસ સતત એનાઉન્સમેન્ટ કરીને લોકોને સાવચેત કરી રહી છે. મધ્યમ વર્ગના પરિવારો મોટાભાગે આ બજારમાં ખરીદી માટે આવતા હોવાથી લોકો ચોરીનો ભોગ ન બને તે માટે પોલીસ સતર્ક થઈ છે.

ખરીદી માટેના છેલ્લા દિવસે મોટી સંખ્યામાં લોકોનો ધસારો જાેવા મળ્યો. વેપારીઓના મતે છેલ્લા બે વર્ષની સરખામણીએ દિવાળીની ખરીદી સારી છે.

દિવાળીના તહેવારની શરુઆત થઇ ગઇ છે. લોકોએ એકાદશીથી જ ફટાકડા ફોડવાની શરુઆત કરી દીધી છે. આ વર્ષે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ફટાકડા વેચાણ માટેના ટેન્ટ લાગેલા જાેવા મળી રહ્યા છે. જાે કે તમને જાણીને નવાઇ લાગશે કે મોટાભાગના વેપારીઓ ફાયર ર્દ્ગંઝ્ર વગર શહેરમાં ફટાકડાનું વેચાણ કરી રહ્યા છે.

આ વર્ષે માત્ર ૨૦૦ લોકોને ફટાકડાનું વેચાણ કરવા ફાયર ર્દ્ગંઝ્ર મળી છે. બાકીના લોકો ગેરકાયદે ફટકડાનું વેચાણ કરી રહ્યા છે. એટલે કે જાે ભુલથી પણ આગ લાગી તો તેના પર તાત્કાલિક કાબુ મેળવવા માટે ર્દ્ગંઝ્ર વિના વેચતા વેપારીઓ પાસે કોઇ જ વિકલ્પ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.