Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

દિવાળી પછી ચૂંટણીના પ્રચાર માટે કોંગ્રેસ કરી રહ્યુ છે મોટું આયોજન

રાહુલ-પ્રિયંકા ગાંધી સહિતના દિગ્ગજાે ઉતરશે પ્રચાર મેદાનમાં ગુજરાત ચૂંટણીમાં બે-ત્રણ મહિના અગાઉ કોંગ્રેસ પ્રચાર કરીને ઘણી બેઠકો પર જીત મેળવવામાં કામયાબ રહી છે

અમદાવાદ,  ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે દરેક રાજકીય પાર્ટી પ્રચાર અને પ્રસાર થકી મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહી છે. તો હવે કથળેલી સ્થિતિમાં કાઠુ કાઢવા કોંગ્રેસની કવાયત તેજ થઈ છે. દિવાળી બાદ કોંગ્રેસ મૂરતિયાની પસંદગીથી લઈ પરિવર્તન સંકલ્પ યાત્રા થકી સમગ્ર ગુજરાતને ઘમરોળી પ્રચાર થકી મતદારોની નજીક પહોંચશે.

ગુજરાત કોંગ્રેસની ઉમેદવાર પસંદગી પ્રકિયા હાલ અંતિમ તબક્કામાં છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને વિપક્ષ નેતા સુખરામ રાઠવા દિલ્હી જશે. આગામી ૨૬-૨૭ ઓક્ટોબરે કોંગ્રેસ ઇલેક્શન કમિટીની બેઠક મળનાર છે.

જેમાં સ્ક્રીનિંગ કમિટીએ પસંદ કરેલા ઉમેદવાર પર સીઇસી અંતિમ મહોર લગાવશે. જાે કે હાલ કોગ્રેસ સિંગલ દાવેદાર અને નિર્વિવાદિત બેઠકો પર જ મૂરતિયા ઉતારશે. તો કેટલીક બેઠકો પર ભાજપના ઉમેદવાર જાહેર થવાની રાહ જાેશે. સૂત્રોનુ માનીએ તો પ્રથમ યાદીમાં વર્તમાન ધારાસભ્યોના નામો નહીં હોય. નવા વર્ષની શરૂઆતમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાનું કોંગ્રેસનું આયોજન છે.

દિલ્હીમાં મળનાર આ બેઠકમાં ચૂંટણીની તૈયારીઓને લઈને પણ મંથન થશે. ૩૧ ઓક્ટોબરે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ થનાર છે, ત્યારે દિલ્લી મુલાકાતમાં રાહુલ ગાંઘી અને પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસની તારીખો પણ નક્કી થશે. એટલે કે દિવાળી બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી મેદાનમાં ઉતરશે.

મોટાભાગે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બે-ત્રણ મહિના અગાઉ કોંગ્રેસ પ્રચાર કરીને ઘણી બેઠકો પર જીત મેળવવામાં કામયાબ રહી છે. જાે કે આ વખતે રાજકીય સમીકરણો અને સ્થિતિ કંઈક જુદો જ રાગ આલાપી રહ્યા છે. આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ‘કોંગ્રેસનું કામ બોલે છે’ સુત્રથી પ્રચાર કરી રહી છે.

જાે કે હવે કોંગ્રેસે ભાજપની જ રણનિતી અનુસાર પ્રચાર કરવા કમર કસી છે. ભાજપ ગૌરવ યાત્રા થકી ગુજરાતને ધમરોળી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ પણ મહતમ બેઠકો હાંસલ કરવા પરિવર્તન સંકલ્પ યાત્રા થકી સમગ્ર ગુજરાતમાં પ્રચાર કરશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers