Western Times News

Gujarati News

બોટાદના મહિલા પોલીસ કોન્સ્ટેબલે એવું તે શું થયું કે આત્મહત્યા કરી

બોટાદ,  રાજ્યના બોટાદ જિલ્લા પોલીસમાં હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા ૨૪ વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલ અલકાબેને આત્મહત્યા કરી લીધી છે. રાજ્યના બોટાદ જિલ્લા પોલીસમાં હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા ૨૪ વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલે તહેવારોના આ દિવસોમાં આત્મહત્યા કરતા શોકનું મોજું ફરી વળ્યું છે.

૨૪ વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલ અલકાબેને કયા કારણસર આત્મહત્યા કરી તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ કોન્સ્ટેબલ અલકાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે.

અહીં નોંધનીય છે કે દિવાળીના પર્વ પર બોટાદના પોલીસ બેડામાં શોક છવાઈ ગયો છે. બોટાદ જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરના મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી છે. હનુમાન પુરી વિસ્તારમાં આવેલા મકાનમાં તેમણે જીવન ટુંકાવ્યું છે. તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે.

અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આવેલી દીવા હાઈટ્‌સમાં રહેતા કોન્સ્ટેબલ કુલદીપસિંહ યાદવે પોતાની પત્ની અને અઢી વર્ષની દીકરી સાથે સામૂહિક આપઘાત કરી લીધો હતો.

તેઓએ ફ્લેટના ૧૨મા માળેથી કૂદીને આપધાત કર્યો હતો. આપઘાત કેસની તપાસ કરી રહેલી પોલીસે જણાવ્યું હતું કે, કોન્સ્ટેબલે સામૂહિક આપઘાત કરવા માટે પહેલેથી જ પ્લાન બનાવી રાખ્યો હતો. પરંતુ પોલીસને આપઘાત કરવા પાછળનું કોઈ ચોક્કસ કડી મળી નહોતી.

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૩૪ વર્ષીય કુલદીપસિંહ યાદવ પોતાની અઢી વર્ષની દીકરી આકાંક્ષાને સાથે રાખીને ફ્લેટના ૧૨મા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. એની ૧૦ સેકન્ડ પહેલાં જ તેમના ૨૮ વર્ષીય પત્ની રિદ્ધિબેને મોતની છલાંગ લગાવી હતી.

સોલા પોલીસ સ્ટેશનના એક સિનિયર પોલીસે જણાવ્યું કે, મૃતક કુલદીપસિંહ યાદવે જે રીતે સુસાઈડ નોટ લખી હતી અને તેમના મિત્રને મોકલી હતી. એના પરથી લાગે છે કે તેઓ છેલ્લાં કેટલાય સમયથી આપઘાત કરવાનો પ્લાન બનાવી રહ્યા હતા. બાદમાં સામુહિક આપઘાત કરી લીધો. કુલદીપ સિંહનો કોઈની પણ સાથે કોઈ વિવાદ નહોતો. પોલીસે એવો દાવો કર્યો હતો કે, કુલદીપસિંહ યાદવે ઘરેલુ વિવાદમાં આપઘાત કર્યો હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.