Western Times News

Gujarati News

પૂર્વ ધારાસભ્ય થોડા સમય પહેલાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા, હવે AAPના ૩૫થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં ખેંચી લાવ્યા

ગુજરાતમાં આ વખતે જાેરશોરથી ચૂંટણી લડવા ઉતરેલી આમ આદમી પાર્ટીને વિસાવદરમાં ઝટકો લાગ્યો ર્છે

જૂનાગઢ,  ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દિવાળી બાદ હમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. આ વખતે ભાજપ-કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. આ વચ્ચે વિસાવદર શહેરમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત ૩૫થી વધુ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા છે.

આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટીને મજબૂત કરવા માટે અરવિંદ કેજરીવાલ સતત પ્રયાસ કરી રહ્યાં છે. આ વચ્ચે પૂર્વ ધારાસભ્ય હર્ષબ રીબડિયા થોડા સમય પહેલા ભાજપમાં જાેડાયા હતા. હવે તેમની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થયા છે. Congress MLA from Visavadar constituency Harshad Ribadiya resigned from the post of MLA.

વિધાનસભા ૨૦૨૨-ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાર્ટી બદલવાની મોસમ પણ ચાલી રહી છે. વિસાવદર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ અને કાર્યકરોએ આજે જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે કેસરિયો ધારણ કર્યો છે.

ભારતીય જનતા પાર્ટી સાથે જિલ્લા કાર્યાલય ખાતે અધ્યક્ષ કિરીટ પટેલ તેમજ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયાના હસ્તે કેસરિયો ખેસ પહેરી વિધિવત ભાજપમાં જાેડાયા હતા.

જેમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અનિલભાઈ માલવયા, યુવા પ્રમુખ આશુતોષભાઈ રીબડિયા, યુવા ઉપપ્રમુખ દેવેનભાઈ સાવલિયા, નગરપાલિકાના આમ આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર ધર્મેન્દ્રભાઈ વિરાણી, મહામંત્રી મયુરભાઈ રીબડિયા, કારોબારી સભ્ય નિકુંજભાઈ માલવયા સહિત રમેશભાઈ પડશાળા, ઉદયભાઇ રાખોલીયા,

લાલજીભાઈ માલવિયા, ધવલભાઇ માલવિયા, મુકેશભાઈ પાનસુરીયા, નિલેશભાઈ ડોબરીયા, પ્રવીણભાઈ રીબડીયા, કૈલાશભાઈ માલવયા, સંજયભાઈ માલવયા, મનીષભાઈ પટેલ, જગદીશભાઈ સુવાગીયા, સુધીરભાઈ વખારીયા, હરસુખભાઈ વઘાસિયા, દર્શનભાઈ રીબડિયા, દીપેનભાઈ બલદાણીયા, જયેશભાઈ બુહા,

ઉમેશભાઈ રીબડીયા, નિરવભાઈ રીબડીયા, ભીખુભાઈ રાજપુરી, તુષારભાઈ બાંભરોલીયા, રાજુભાઈ ઠેસીયા, મહેશભાઈ ચોટલીયા, હાર્દિકભાઈ સુવાગીયા, વિશાલભાઈ રીબડીયા, મોહિતભાઈ રીબડીયા, દિવ્યેન ભાઈ રીબડીયા, સહિત વિશાળ સંખ્યામાં આગેવાનોએ આમ આજની પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા છે આ કાર્યક્રમમાં વિસાવદર ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.