Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

48 વર્ષની મહિલાની લવ સ્ટોરી જાણી તમે હેરાન થઈ જશો

પ્રતિકાત્મક

મહિલા દીકરાથી ફક્ત બે વર્ષ મોટા છોકરાને આપી બેઠી દિલ-ઉંમરમાં ઘણો ફરક હોવાથી બન્ને કપલને ટ્રોલ પણ થવું પડ્યું હતું, મહિલાના પુત્રને પણ શરૂઆતમાં આ બાબતે ખરાબ લાગ્યું હતું

નવી દિલ્હી, ૪૮ વર્ષીની રશેલ ૨૫ વર્ષના એક વ્યક્તિને દિલ આપી બેઠી છે. તે બંનેની મુલાકાત લગભગ બે વર્ષ પહેલા એક ડેટિંગ એપ પર થઈ હતી. ઉંમરમાં ઘણો ફરક હોવાથી બન્ને કપલને ટ્રોલ પણ થવું પડ્યું હતું. મહિલાના પુત્રને પણ શરૂઆતમાં આ બાબતે ખરાબ લાગ્યું હતું.

ત્યારે હવે આ કપલે તાજેતરમાં જ તેમની અનોખી લવ-સ્ટોરી સોશિયલ મીડિયામાં શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ કપલ ટિકટોક પર પણ ખૂબ જ લોકપ્રિય છે. ઉલ્લેખનીય છે કે, ૪૮ વર્ષની રશેલ વ્યવસાયે શિક્ષક છે જ્યારે તેનો બોયફ્રેન્ડ એલેક્સ ૨૫ વર્ષનો છે.

આ કપલે ટિકટોક પર ‘વૃદ્ધ મહિલા સાથે કેવી રીતે ડેટ કરવું’ નામનો એક વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જે અત્યારે ખૂબ જ વાયરલ થયો હતો. વિગતો પ્રમાણે તે વીડિયાને ૩૦ લાખથી વધુ વખત જાેવામાં આવ્યો હતો.વીડિયો વાયરલ થયા પછી લોકો તેમના સંબંધોને લઈને કન્ફ્યુઝ થઈ ગયા હતો.

ત્યાર પછી પણ આ કપલે આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. તે લોકોએ તેમના રોમેન્ટિક સંબંધો વિશે જણાવ્યું છે. તેમણે આ વીડિયોમાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ બંને મા અને પુત્ર નથી. રશેલ જે શાળામાં ભણાવે છે ત્યા આવનારા પેરેન્ટ્‌સને જ્યારે એલેક્?સ અને રશેલને એક સાથે જાેતા જ તે લોકો પણ કન્ફ્યુજ થઈ જાય છે.

કારણ કે રશેલે પોતાના દીરકાની ઉંમરના એલેક્સને ડેટ કરી રહી છે.એક વીડિયોમાં રશેલે જણાવ્યું કે, તેને બે પુત્રો છે. તેમાથી મોટો પુત્ર બેન ૨૩ વર્ષનો છે અને નાનો પુત્ર જ્યોર્જ ૧૯ વર્ષનો છે. ઉલ્લેખનીય છે કે, તેમના બંને દીકરાઓએ વીડિયો ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેઓ શરૂઆતમાં તેમની માતાના આ સંબંધને સ્વીકારી શક્યા ન હતા.

રશેલે વધુમાં જણાવ્યું હતુ કે, તેણે પહેલીવાર એલેક્સને ડેટિંગ એપ પર જાેયો હતો. તેમના સંબંધની શરૂઆત ડિસેમ્બર ૨૦૨૦માં થઈ હતી. રશેલે તેના પતિથી છૂટાછેડા લીધા હતા. ઉલ્લેખનીય છે કે, જ્યારે રશેલે એલેક્સને તેની ઉંમર પૂછી તો તે સ્તબ્ધ થઈ ગઈ હતી કારણ કે તેની ઉમર ઘણી નાની હતી.

જાે કે, ત્યારબાદ દંપતીએ એકબીજા સાથે વાત કરવાનું શરૂ કર્યું અને એકબીજાને જાણવાનું શરૂ કર્યું હતુ. આ કપલના ટિકટોક એકાઉન્ટ પર લગભગ ૭૧ હજારથી પણ વધારે ફોલોઅર્સ છે.એલેક્સે જણાવ્યું કે ઘણીવાર લોકો તેના વીડિયો પર કોમેન્ટ કરતા હોય છે. આ સાથે ઘણા એવા લોકો છે જે તેમના આ સંબંધ વિશે જાણવા માંગે છે. કેટલાક લોકો તો તેમને મા-દીકરો પણ માને છે. જ્યારે ઘણી વખત તો એવુ પણ બને છે કે લોકો અમને બંનેને ભાઈ-બહેન સમજે છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers