Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ઉર્વશી મેચમાં રિષભ પંતની ચેન પહેરીને આવી!

તાજેતરમાં જ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં ઉર્વશી ગળામાં રિષભ પંત જેવી જ ચેન પહેરીને જાેવા મળી છે

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ ગત દિવસોમાં ઓસ્ટ્રેલિયાથી લખેલા તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટના કેપ્શન માટે સોશિયલ મીડિયા પર ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો. ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમ હાલ ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨માં રમવા પહોંચી છે, ત્યારે એક્ટ્રેસ પણ ઈન્ડિયાઝ સ્ક્વૉડનો ભાગ છે. Watch Video: Rishabh Pant’s silver chain spotted on Urvashi Rautela’s neck

ઉર્વશી ભારતીય ટીમના વિકેટકિપર બેટ્‌સમેન રિષભ પંતની સાથે રિલેનશનમાં હોવાની અને બંને ડેટિંગ કરી હોવાની અફવા ચાલી રહી છે. હવે, ઉર્વશીએ તાજેતરના વિડીયોમાં લોકોને ઈશારો કર્યો છે કે, બંને વચ્ચે કોઈ ખીચડી રંધાઈ રહી છે.

હકીકતમાં, ઉર્વશીના ગળામાં એવી જ ચેન જાેવા મળી કે જેવી રિષભ પંત પહેરે છે. કહેવાઈ રહ્યું છે કે, આ ઉર્વશીએ રિષભ પંતની જ ચેન પહેરી હતી. ઉર્વશીએ તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં તે એક બ્રાન્ડને પ્રમોટ કરતી જાેવા મળી રહી છે. તેણે એક ઓફ-શોલ્ડર પર્પલ ડ્રેસ પહેર્યો છે, તેના ઉપર ગોલ્ડર ફુલ ડિઝાઈન કરાયેલા છે.

તેણે આ આઉટફિટને સિલ્વર અને ડાયમંડ ચેઈન સાથે પેયર કર્યા. નેટિઝન્સે કોમેન્ટ સેક્શન પર ધ્યાન આપ્યું અને જણાવ્યું કે, ઉર્વશીની ચેન રિષભ પંતની જેવી જ હતી. એક યૂઝરે લખ્યું કે, ‘વાહ હવે ગળામાં પંતની ચેન પણ પહેલીને આવી ગઈ. બંનેના ગળાની ચેન તો જુઓ.

૨૦૧૮માં અફવા આવી હતી કે, મુંબઈમાં બંને અવાર-નવાર રેસ્ટોરન્ટ, પાર્ટીઓ અને ઘણા ફંક્શન્સમાં એકસાથે જાેવા મળ્યા હતા. એ સમયે તેમના ડેટિંગની અફવા હતી. ગત વર્ષે રિષભ પંતે અફવાઓને ફગાવી દીધી હતી અને ઈશા નેગી સાથે પોતાના રિલેશનશિપની જાહેરાત કરી હતી.

ક્રિકટરે ઈન્સ્ટાગ્રામ પર ઈશાની સાથે એક તસવીર શેર કરી અને તેના માટે એક મેસેજ લખ્યો હતો, ‘બસ તને ખુશ રાખવા ઈચ્છું છું, કારણ તું જ કારણ છે કે હું ઘણો ખુશ છું. આ વર્ષે ઓગસ્ટમાં ઉર્વશીએ એક એન્ટરટેઈન્મેન્ટ પોર્ટલને આપેલા ઈન્ટર્વ્યુમાં આપ્યો હતો, જેની ક્લિપ હવે વાયરલ થઈ ગઈ છે.

ઈન્ટર્વ્યુમાં ઉર્વશીએ કહ્યું કે, તે મિસ્ટર આરપીને મળવા માટે હોટલની લોબીમાં લગભગ ૧૦ કલાક સુધી રાહ જાેઈ રહી હતી અને તેને આટલી લાંબી રાહ જાેવાનું ખરાબ લાગ્યું. ક્લિપ વાયરલ થતા જ ફેન્સે રિષભ પંતને તેની સાથે જાેડવાનું શરૂ કરી દીધું. નેટિઝન્સે એવું કહેવાનું શરૂ કરી દીધું કે, ઈન્ટર્વ્યુમાં ઉર્વશીએ જે આરપી વિશે વાત કરી હતી, તે બીજું કોઈ નહીં, પરંતુ ભારતીય ક્રિકેટર રિષભ પંત હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers